Vadodara:VMCની નોકરીને ઠોકર મારનાર યુવકોના ફરી મેળવવા ધમપછાડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા મહાનગર પાલિકામાં વર્ષ 2021-22માં 22 અને વર્ષ 2023-24માં 160 યુવક - યુવતીઓની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ભરતી કરાઈ હતી. આજે આ સંખ્યા ગણીને 100 ની આસપાસ પહોંચી ગઈ છે. કારણ કે, કોર્પોરેશન દ્વારા અન્ય મહાનગર પાલિકાની જેમ નોકરી મેળવનાર યુવક - યુવતીઓ પાસેથી કોઈ બોન્ડ લેવામાં આવતાં ન હોવાથી તેઓ પોતાના વતન કે અન્ય સ્થળે નોકરી મળતાં છોડીને જતાં રહે છે. હવે, કેટલાક રાજીનામા આપ્યા બાદ વળી વળીને ફરી વડોદરા કોર્પોરેશનમાં નોકરી મેળવવા ધમપછાડા કરી રહ્યાં છે.
VMC એ ચાર વર્ષમાં 182 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 552 જૂનિયર કલાર્કની ભરતી કરી હતી. જેમાં અનેક કર્મચારીઓ પોતાના વતન કે પસંદગીના જિલ્લામાં નોકરી મળતાં VMC ની નોકરીને ઠોકર મારી જતાં રહ્યાં છે. જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનમાં અનેક કર્મચારીઓની ઘટ પડતાં વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાની ફરજ પડી છે.
જાણીને આશ્ચર્ય થશે કે, કેટલાક તો એવા છે કે, VMC માંથી રાજીનામુ આપ્યા બાદ જે તે સ્થળે થોડા સમય માટે નોકરી કરનારા ફરી VMC માં નોકરી મેળવવા આવી રહ્યાં છે. કારણ કે, તેઓ એવું બહાનું કાઢી રહ્યાં છે કે, અમને ત્યાંનું વાતાવરણ અનુકુળ આવતું નથી. ચોક્કસ ક્લાર્કો પણ આવા યુવકોને તમારું રાજીનામુ મંજૂર થયું નથી, તેવી બોગસ માહિતીઓ આપી યુવકોને VMC ની વડી કચેરીમાં ધક્કા ખવડાવે છે. કોર્પોરેશને પણ નોકરી છોડીને જતાં રહેલા યુવક કે યુવતીઓને પરત નહીં લેવાનો નિર્ણય લઈ વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે VMC ની નોકરીને ઠોકર મારનારાઓને પસ્તાવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, VMC ના મેડિકલ ઓફિસર ડૉ. હેતલ પટેલ પણ કોર્પોરેશનને જાણ કર્યા વગર જ વિદેશ રવાના થઈ ગયા છે. તેમના વિરુદ્ધ પણ હજૂ સુધી કોઈ દેખીતી કાર્યવાહી તંત્રએ કરી નથી.
What's Your Reaction?






