Vadodara: સરકારી યોજના પર અધિકારીઓએ ફેરવ્યું પાણી...!900થી વધુ સાયકલો ધૂળ ખાતી હાલતમાં

સાવલીમાં ધૂળ ખાતી હાલતમાં સાયકલો મળી આવી 900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળી વિદ્યાર્થિનીઓ સરકારી યોજનાના લાભથી વંચિતખેડા, ભરૂચ અને બનાસકાંઠાના ધાનેરા બાદ હવે વડોદરાના સાવલીમાં સાયકલ ઘૂળ ખાઈ રહી છે. સાયકલ વિતરણ કરવામાં તંત્રએ વિલંબ કરતા સાયકલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી હતી. ખુલ્લા મેદાનમાં 900 કરતા વધુ સાયકલો ખાતી હાલતમાં જોવા મળી છે. વરસાદને કારણે સાયકલોને કાટ લાગે તેવી પણ પૂરી શક્યતા છે. ગત વર્ષની સાયકલનું આ વર્ષે પણ વિતરણ ન થતા અનેક સવાલ ઉઠ્યા છે.900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળીમળતી માહિતી મુજબ, વડોદરામાં આવેલા સાવલીમાં ધૂળ ખાતી હાલતમાં સાયકલો મળી આવી છે. સાયકલ વિતરણ કરવામાં તંત્રએ વિલંબ કરતા સાયકલ ઘૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. સાવલી તાલુકામાં ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને રાજ્યસરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતી 900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળી આવતા તાલુકામાં અધિકારીઓની આપખુદ શાહીનો દાખલો જોવા મળ્યો છે.લાખો રૂપિયાની સાયકલો ધૂળમાં વેરવિખેરરાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત 9 થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ સમયે સાયકલો વિતરણ કરવાની સરકારની યોજના છે. સાવલી ખાનગી જગ્યામાં 2023 ના પ્રવેશોત્સવમાં કન્યાઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મલતા લાગી રહ્યું છે કે, સરકારી યોજના પર અધિકારીઓએ પાણી ફેરવી રહ્યા છે. 900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે.તાલુકાની વિદ્યાર્થિનીઓ યોજનાના લાભથી વંચિતછેલ્લા 2 વર્ષથી આ યોજના હેઠળ સમગ્ર સાવલી તાલુકાની ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી. જાણે અધિકારીઓની મનમાની અને જોહુકમીનો વરવો કિસ્સો સાવલીમાં જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે.  ધૂળ ખાતી 900 જેટલી સાયકલો પર ગુજરાત સરકાર અને પ્રવેશોત્સવ 2023 નું લખાણ વાળી સાયકલો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. સરકારના પરિપત્ર અને આદેશને ધોળીને પી જનારા જવાબદારો સામે ગોઠડા જિલ્લા પંચાયત ના સદસ્ય ડૉ પ્યારેસાહેબ રાઠોડે યોગ્ય કાર્યવાહી અને જિલ્લા કલેકટર ને લેખિત માં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

Vadodara: સરકારી યોજના પર અધિકારીઓએ ફેરવ્યું પાણી...!900થી વધુ સાયકલો ધૂળ ખાતી હાલતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાવલીમાં ધૂળ ખાતી હાલતમાં સાયકલો મળી આવી
  • 900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળી
  • વિદ્યાર્થિનીઓ સરકારી યોજનાના લાભથી વંચિત

ખેડા, ભરૂચ અને બનાસકાંઠાના ધાનેરા બાદ હવે વડોદરાના સાવલીમાં સાયકલ ઘૂળ ખાઈ રહી છે. સાયકલ વિતરણ કરવામાં તંત્રએ વિલંબ કરતા સાયકલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી હતી. ખુલ્લા મેદાનમાં 900 કરતા વધુ સાયકલો ખાતી હાલતમાં જોવા મળી છે. વરસાદને કારણે સાયકલોને કાટ લાગે તેવી પણ પૂરી શક્યતા છે. ગત વર્ષની સાયકલનું આ વર્ષે પણ વિતરણ ન થતા અનેક સવાલ ઉઠ્યા છે.

900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળી

મળતી માહિતી મુજબ, વડોદરામાં આવેલા સાવલીમાં ધૂળ ખાતી હાલતમાં સાયકલો મળી આવી છે. સાયકલ વિતરણ કરવામાં તંત્રએ વિલંબ કરતા સાયકલ ઘૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. સાવલી તાલુકામાં ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને રાજ્યસરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતી 900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં મળી આવતા તાલુકામાં અધિકારીઓની આપખુદ શાહીનો દાખલો જોવા મળ્યો છે.

લાખો રૂપિયાની સાયકલો ધૂળમાં વેરવિખેર

રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત 9 થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ સમયે સાયકલો વિતરણ કરવાની સરકારની યોજના છે. સાવલી ખાનગી જગ્યામાં 2023 ના પ્રવેશોત્સવમાં કન્યાઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મલતા લાગી રહ્યું છે કે, સરકારી યોજના પર અધિકારીઓએ પાણી ફેરવી રહ્યા છે. 900 જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે.

તાલુકાની વિદ્યાર્થિનીઓ યોજનાના લાભથી વંચિત

છેલ્લા 2 વર્ષથી આ યોજના હેઠળ સમગ્ર સાવલી તાલુકાની ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી. જાણે અધિકારીઓની મનમાની અને જોહુકમીનો વરવો કિસ્સો સાવલીમાં જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે.  ધૂળ ખાતી 900 જેટલી સાયકલો પર ગુજરાત સરકાર અને પ્રવેશોત્સવ 2023 નું લખાણ વાળી સાયકલો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. સરકારના પરિપત્ર અને આદેશને ધોળીને પી જનારા જવાબદારો સામે ગોઠડા જિલ્લા પંચાયત ના સદસ્ય ડૉ પ્યારેસાહેબ રાઠોડે યોગ્ય કાર્યવાહી અને જિલ્લા કલેકટર ને લેખિત માં રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.