Vadodara : શાળાના બાળકો પાસે સાફ-સફાઈ કરાવાતી હોવાનો સરપંચનો આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કરજણ તાલુકાના નવી જીથરડી ગામે શાળાના નાના બાળકો પાસે શાળાનું ગ્રાઉન્ડની સાફ્-સફાઈ કરાવતાં હોવાનો વીડિયો વાયરલ થતાં ગામના સરપંચે આ બાબતે શાળાના આચાર્યને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહી આવતાં હવે શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળેલ છે.
કરજણ તાલુકાના નવી જીથરડી ગામની શાળાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શાળાના બાળકો શાળા પરિસરમાં સાફ સફાઈ કરતાં જોવા મળી રહ્યા છે. જે બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સરકાર દ્વારા બાળકોના ભવિષ્ય માટે વિશાળ શાળા બનાવેલ છે. પરંતુ નાના બાળકોને અભ્યાસ માટે હાથમાં ચોપડી લેવાના બદલે હાથમાં સાવરણો પકડાવીને શાળા ના શિક્ષક શાળાના ગ્રાઉન્ડની સાફ્-સફાઈ કરાવે છે. આ અંગે સરપંચ ભગત વિનયભાઈએ વારંવાર શિક્ષકને જણાવેલ છતા શિક્ષક બાળકો પાસે જ સાફ્-સફાઈ કરાવતાં હોવાનું જાણવા મળેલ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

