Vadodara: શહેરમાં ઠેર-ઠેર દશેરાની ઉજવણી, મહિલાઓને દુર્ગા શસ્ત્રનું વિતરણ
વડોદરા શહેરમાં ઠેર-ઠેર વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરા નિમિત્તે યુવતીઓ અને મહિલાઓને દુર્ગા શસ્ત્રનું વિતરણ કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં સાંસદ ડો.હેમાંગ જોશી હાજર રહ્યા અને સંદેશ ન્યૂઝના માધ્યમથી સૌને દશેરાની શુભકામનાઓ પાઠવી. ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું કે, આજે મહિલા સશક્તિકરણ સમાન કાર્યક્રમ વિજયાદશમી કે જેની અંદર યુવતીઓ અને મહિલાઓને એક પ્રતિકાત્મક શસ્ત્ર અર્પણ કરવામાં આવ્યું છે. હું માનું છું કે આપણો દેશ અને આપણું રાજ્ય એક લોકતાંત્રીક પદ્ધતિની અંદર ચાલતું આવે છે. કાયદો-વ્યવસ્થા તંત્ર એ પણ આપણા રાજ્યની અંદર સુનિયોજીત રીતે કાર્ય કરી રહ્યું છે. તેમજ ભાયલીમાં જે ઘટના ઘટી તે નિંદનીય છે. આ ઘટના બાદ ગુજરાત પોલીસે આરોપીઓને તબોચી લીધા છે. અને હું આપને ખાત્રી આપું છું કે જે પ્રકારે પોલીસ વિભાગ કાર્ય કરી રહ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી અમે સંદેશ આપવા માંગીએ છીએ કે, નારી સક્ષમ અને સશક્ત બને તેમજ કોઈપણ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરે તે જરૂરી છે. ભાયલીમાં જે ઘટના બની તેમાં જે પીડિતા છે તેના દ્વારા જે સમગ્ર ઘટના વર્ણવામાં આવી, જે બાદ આરોપીઓ પકડાયા તેમાં પીડિતાની હિંમતને લીધે જ આ શક્ય બન્યું છે. નારી શક્તિ પર કોઈપણ પ્રકારનો અન્યાય થાય તેનો હિંમતભેર સામનો કરે તે આવશ્યક છે. લોકોમાં કાયદાનો ડર હોવો જરૂરી છે: વિજય શાહ આ પ્રસંગે ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહએ જણાવ્યું કે, દીકરીઓએ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેતા શીખવું જોઈએ. સુરક્ષા માટે સજ્જ થવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. અને એમાં આપણે ભાગ લેવો જોઈએ. તેમજ ભાયલીની જે ઘટના બની તેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 48 કલાકના સમયગાળામાં આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરેક વ્યક્તિમાં કાયદાનો ડર હોવો જરૂરી છે. ઘણા બધા દેશ એવા છે જે દેશમાં કાયદો એટલો કડક છે કે, આવુ કૃત્ય કરવાનું કોઈ વિચારતુ પણ નથી. અને મારું માનવું છે કે, ગુજરાતમાં પણ લોકો કાયદાથી ડરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં ઠેર-ઠેર વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરા નિમિત્તે યુવતીઓ અને મહિલાઓને દુર્ગા શસ્ત્રનું વિતરણ કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં સાંસદ ડો.હેમાંગ જોશી હાજર રહ્યા અને સંદેશ ન્યૂઝના માધ્યમથી સૌને દશેરાની શુભકામનાઓ પાઠવી.
ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું કે, આજે મહિલા સશક્તિકરણ સમાન કાર્યક્રમ વિજયાદશમી કે જેની અંદર યુવતીઓ અને મહિલાઓને એક પ્રતિકાત્મક શસ્ત્ર અર્પણ કરવામાં આવ્યું છે. હું માનું છું કે આપણો દેશ અને આપણું રાજ્ય એક લોકતાંત્રીક પદ્ધતિની અંદર ચાલતું આવે છે. કાયદો-વ્યવસ્થા તંત્ર એ પણ આપણા રાજ્યની અંદર સુનિયોજીત રીતે કાર્ય કરી રહ્યું છે. તેમજ ભાયલીમાં જે ઘટના ઘટી તે નિંદનીય છે. આ ઘટના બાદ ગુજરાત પોલીસે આરોપીઓને તબોચી લીધા છે. અને હું આપને ખાત્રી આપું છું કે જે પ્રકારે પોલીસ વિભાગ કાર્ય કરી રહ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી અમે સંદેશ આપવા માંગીએ છીએ કે, નારી સક્ષમ અને સશક્ત બને તેમજ કોઈપણ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરે તે જરૂરી છે. ભાયલીમાં જે ઘટના બની તેમાં જે પીડિતા છે તેના દ્વારા જે સમગ્ર ઘટના વર્ણવામાં આવી, જે બાદ આરોપીઓ પકડાયા તેમાં પીડિતાની હિંમતને લીધે જ આ શક્ય બન્યું છે. નારી શક્તિ પર કોઈપણ પ્રકારનો અન્યાય થાય તેનો હિંમતભેર સામનો કરે તે આવશ્યક છે.
લોકોમાં કાયદાનો ડર હોવો જરૂરી છે: વિજય શાહ
આ પ્રસંગે ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહએ જણાવ્યું કે, દીકરીઓએ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેતા શીખવું જોઈએ. સુરક્ષા માટે સજ્જ થવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. અને એમાં આપણે ભાગ લેવો જોઈએ. તેમજ ભાયલીની જે ઘટના બની તેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 48 કલાકના સમયગાળામાં આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરેક વ્યક્તિમાં કાયદાનો ડર હોવો જરૂરી છે. ઘણા બધા દેશ એવા છે જે દેશમાં કાયદો એટલો કડક છે કે, આવુ કૃત્ય કરવાનું કોઈ વિચારતુ પણ નથી. અને મારું માનવું છે કે, ગુજરાતમાં પણ લોકો કાયદાથી ડરશે.