Vadodara: વાઘોડિયામાં લાંબા વિરામ બાદ વરસાદ, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા

લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરીશહેરના નવા આજવા, દેવરિયા,ખંધા, ગજાદરા,માળોધર, તવરા સહિતના ગામોમાં વરસાદ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વખત વરસાદનું આગમન થયુ છે. ત્યારે વડોદરામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં લાંબા વિરામ પછી વરસાદ વરસ્યો છે. લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત શહેરમાં થઈ છે. શહેરના વાઘોડિયા, નવા આજવા, દેવરિયા, ખંધા, ગજાદરા, માળોધર, તવરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે અને ફરી એક વખત રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે અને લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. ગારીયાધારમાં પોણા કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો ભાવનગરના ગારીયાધાર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પોણા કલાકમાં જ બે ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજપૂત વાડી, વાવ દરવાજા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ વરસવાના કારણે પાકને જીવતદાન મળ્યુ છે. ઉલ્લેખનીય છે આ સાથે જ આજે મહિસાગર, અમરેલી, બોટાદ, કચ્છ, રાજુલા સહિતના વિસ્તારમાં વરસાદે પધરામણી કરી છે. અરવલ્લીના મોડાસામાં પણ વરસાદની એન્ટ્રી અરવલ્લીના મોડાસામાં પણ લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી લીધી છે. આ સાથે જ મોડાસા, ખલીકપુર, આનંદપુરા, ડુંગરવાડા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, જો કે વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે, કારણ કે પાણીના કારણે ખેડૂતના પાકને જીવતદાન મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ તરફથી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની સાથે જ આજે સુરત, વલસાડમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Vadodara: વાઘોડિયામાં લાંબા વિરામ બાદ વરસાદ, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી
  • શહેરના નવા આજવા, દેવરિયા,ખંધા, ગજાદરા,માળોધર, તવરા સહિતના ગામોમાં વરસાદ
  • રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વખત વરસાદનું આગમન થયુ છે. ત્યારે વડોદરામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં લાંબા વિરામ પછી વરસાદ વરસ્યો છે.

લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી

પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત શહેરમાં થઈ છે. શહેરના વાઘોડિયા, નવા આજવા, દેવરિયા, ખંધા, ગજાદરા, માળોધર, તવરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે અને ફરી એક વખત રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે અને લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.

ગારીયાધારમાં પોણા કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

ભાવનગરના ગારીયાધાર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પોણા કલાકમાં જ બે ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજપૂત વાડી, વાવ દરવાજા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ વરસવાના કારણે પાકને જીવતદાન મળ્યુ છે. ઉલ્લેખનીય છે આ સાથે જ આજે મહિસાગર, અમરેલી, બોટાદ, કચ્છ, રાજુલા સહિતના વિસ્તારમાં વરસાદે પધરામણી કરી છે.

અરવલ્લીના મોડાસામાં પણ વરસાદની એન્ટ્રી

અરવલ્લીના મોડાસામાં પણ લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી લીધી છે. આ સાથે જ મોડાસા, ખલીકપુર, આનંદપુરા, ડુંગરવાડા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, જો કે વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે, કારણ કે પાણીના કારણે ખેડૂતના પાકને જીવતદાન મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ તરફથી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

3 દિવસ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની સાથે જ આજે સુરત, વલસાડમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે

અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.