Vadodara : વાઘોડિયામાં નવરાત્રિ મહોત્સવ માટે વિવિધ મંડળો દ્વારા તડામાર તૈયારી

Oct 7, 2026 - 06:00
Vadodara : વાઘોડિયામાં નવરાત્રિ મહોત્સવ માટે વિવિધ મંડળો દ્વારા તડામાર તૈયારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાઘોડિયા : વાઘોડિયા નગરમાં વિવિધ મંડળો દ્વારા ગરબા મહોત્સવની તૈયારીઓ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ ગરબા મેદાનમાં ખેલૈયાઓ નિર્ભય પણે ગરબાનો આનંદ માની શકે તે માટે કેટલાક મંડળો દ્વારા ગરબાના મેદાનોમાં સીસીટીવી કેમેરાની ગોઠવણ ચાલી રહી છે. તેમજ ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા કરાઇ રહી છે. જેથી ગરબાના મેદાનમાં કોઈ વિઘ્ન ઊભું ન થાય તે માટે ગરબાના આયોજકોએ પૂરેપૂરી તૈયારીઓનો આખરી ઓપ આપી રહ્યા છે. સૌપ્રથમ તાલુકા પંચાયત ક્વાર્ટરના મેદાનમાં સતત 38 વર્ષથી ઇન્દ્રપુરી મિત્ર મંડળ દ્વારા ગરબાનું આયોજન કરેલ છે તે જ પ્રમાણે લાઇબ્રેરી ચાર રસ્તા પાસે સતત 59 વર્ષથી નાની ભાગોળ મિત્ર મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા ગરબાનું આયોજન કરેલ છે. તેમજ વાઘનાથ મહાદેવ પાસે પણ વેરાઈ માતાના ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0