Vadodara: વાઘોડિયામાં કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લે.ના ગટર જોડાણ પુનઃ જોડાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના માલિકને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવી હતી. આ બાબતે કોર્ટ મેટર ચાલતી હતી. આ નોટિસ આપ્યાના ટૂંક સમયમાં જ તંત્ર દ્વારા આ કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોમ્પ્લેક્સના માલિકે તાત્કાલિક મે. સાવલીના સિવિલ જજની કોર્ટમાં અરજી કરતાં અરજન્ટ સુનાવણી રાખવામાં આવી હતી. અને વાઘોડિયા નગર પાલિકા દ્વારા તાત્કાલિક કલ્પચન્દ્ર આઈકોન કોમ્પ્લેક્સનું ગટર કનેક્શનનું પુનઃ જોડાણ કરી આપ્યું હતું. નગર પાલિકાએ ?કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન કાપી નાખવાને કારણે તે જ વિસ્તારના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી વહેવા લાગ્યા હતા. જાહેર રોડ પર ગંદકી અને દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા સ્થાનિક પ્રજાજનો અને રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. અને તંત્ર સામે યોગ્ય નિકાલની રજૂઆત કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

