Vadodara : વાઘોડિયા અકસ્માતમાં ઘટસ્ફોટ, ડોક્ટર પતિનું તલાટી પત્નીની હત્યાનું કાવતરું

વડોદરાના વાઘોડિયામાં બે દિવસ અગાઉ અકસ્માત થયો હતો. વાઘોડિયા અકસ્માતમાં હવે નવો વળાંક સામે આવ્યો. બે દિવસ અગાઉ તવરા ગામ પાસે એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. અકસ્માતની તપાસ કરતાં પોલીસે પતિના ષડયંત્રનો પર્દાફાશ કર્યો.પતિએ પત્ની સાથે બદલો લેવા હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવ્યો.કાર અને એક્ટિવાની ટક્કરમળતી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયામાં તવરા પાસે કાર અને એક્ટિવાની ટક્કર થઈ હતી. એક્ટિવા ચાલક એક મહિલા હતી.કાર અને એક્ટિવાની ટકકરમાં મહિલાને ગંભીર ઇજા થતાં સ્થાનિકો તેમને હોસ્પિટલ લઈ ગયા. અકસ્માતની તપાસ કરતાં પોલીસ સામે ચોંકાવનારી માહિતી સામે આવી. કાર અને એક્ટિવા ચાલક પતિ પત્ની હોવાની બહાર આવ્યું. તપાસમાં સામે આવ્યું કે એક્ટિવા ચાલક મહિલા વ્યારા ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અમીબેન શાહ છે. અને તેમના એકટિવાની ટક્કર મારનાર બીજું કોઈ નહીં તેમના ડોક્ટર પતિ પ્રતિક છે. વ્યારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે અમીબેનના લગ્ન અમદાવાદના ડોક્ટર પ્રતિક સાથે થયા હતા. પ્રતિક અને અમીબેનના બે વર્ષ પહેલાં સામજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ થોડા સમય બુધી સારું ચાલ્યું. લગ્ન બાદ પત્ની અમીબેનને તલાટી કમ મંત્રીમાં નોકરી મળી હતી. નોકરીને પગલે ડોક્ટર પ્રતિક અને અમીબહેન એકબીજાથી અલગ રહેવા લાગ્યા. સમય જતાં અમીબેન અને પ્રતિક વચ્ચે આ બાબતે ઝગડા થવા લાગ્યા.  માનસિક ત્રાસની ફરિયાદપતિ પ્રતીક પત્ની અમીને વારંવાર માનસિક ત્રાસ આપતો આપતાં હોવાનું વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા જ ફરિયાદ નોંધાઈ હતી. ડોક્ટર પ્રતિક પોતાની વિરુદ્ધ નોંધાયેલ અરજીને લઈને પત્નીથી નારાજ હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પત્નીએ આપેલી અરજીનો બદલો લેવા નક્કી કર્યું. સાંજે જ્યારે અમીબેહન પોતાની ફરજ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ડોક્ટર પ્રતિકની કારે તેમની પત્નીના એક્ટિવાને ટક્કર મારી. એક્ટિવા ચલાવનાર અમીબહેન ટક્કરને પગલે લાંબા સમય સુધી ઢસડાયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. જો કે સ્થાનિકોની મદદથી અમીબહેનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. લગ્ન જીવન નો ઝઘડો અકસ્માત સુધી પોહચ્યો ડોકટર પ્રતીકે તલાટી કમ મંત્રી ને ઝઘડા નો અદાવત રાખી ને આવેશ માં આવી ને પોતાની કાર ની આગળ ચાલતી પત્ની ની એક્ટિવા ને પાછળ થી અકસ્માત કરી મોત કરવા ના ઇરાદે ઝઘડા નો બદલો લેવા માગતો હતો.હાલ પોલીસે પ્રતિકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. જો કે પત્ની અમીબેનને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Vadodara : વાઘોડિયા અકસ્માતમાં ઘટસ્ફોટ, ડોક્ટર પતિનું તલાટી પત્નીની હત્યાનું કાવતરું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના વાઘોડિયામાં બે દિવસ અગાઉ અકસ્માત થયો હતો. વાઘોડિયા અકસ્માતમાં હવે નવો વળાંક સામે આવ્યો. બે દિવસ અગાઉ તવરા ગામ પાસે એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. અકસ્માતની તપાસ કરતાં પોલીસે પતિના ષડયંત્રનો પર્દાફાશ કર્યો.પતિએ પત્ની સાથે બદલો લેવા હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવ્યો.

કાર અને એક્ટિવાની ટક્કર

મળતી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયામાં તવરા પાસે કાર અને એક્ટિવાની ટક્કર થઈ હતી. એક્ટિવા ચાલક એક મહિલા હતી.કાર અને એક્ટિવાની ટકકરમાં મહિલાને ગંભીર ઇજા થતાં સ્થાનિકો તેમને હોસ્પિટલ લઈ ગયા. અકસ્માતની તપાસ કરતાં પોલીસ સામે ચોંકાવનારી માહિતી સામે આવી. કાર અને એક્ટિવા ચાલક પતિ પત્ની હોવાની બહાર આવ્યું. તપાસમાં સામે આવ્યું કે એક્ટિવા ચાલક મહિલા વ્યારા ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અમીબેન શાહ છે. અને તેમના એકટિવાની ટક્કર મારનાર બીજું કોઈ નહીં તેમના ડોક્ટર પતિ પ્રતિક છે.

વ્યારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે અમીબેનના લગ્ન અમદાવાદના ડોક્ટર પ્રતિક સાથે થયા હતા. પ્રતિક અને અમીબેનના બે વર્ષ પહેલાં સામજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ થોડા સમય બુધી સારું ચાલ્યું. લગ્ન બાદ પત્ની અમીબેનને તલાટી કમ મંત્રીમાં નોકરી મળી હતી. નોકરીને પગલે ડોક્ટર પ્રતિક અને અમીબહેન એકબીજાથી અલગ રહેવા લાગ્યા. સમય જતાં અમીબેન અને પ્રતિક વચ્ચે આ બાબતે ઝગડા થવા લાગ્યા.

 માનસિક ત્રાસની ફરિયાદ

પતિ પ્રતીક પત્ની અમીને વારંવાર માનસિક ત્રાસ આપતો આપતાં હોવાનું વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા જ ફરિયાદ નોંધાઈ હતી. ડોક્ટર પ્રતિક પોતાની વિરુદ્ધ નોંધાયેલ અરજીને લઈને પત્નીથી નારાજ હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પત્નીએ આપેલી અરજીનો બદલો લેવા નક્કી કર્યું. સાંજે જ્યારે અમીબેહન પોતાની ફરજ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ડોક્ટર પ્રતિકની કારે તેમની પત્નીના એક્ટિવાને ટક્કર મારી. એક્ટિવા ચલાવનાર અમીબહેન ટક્કરને પગલે લાંબા સમય સુધી ઢસડાયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. જો કે સ્થાનિકોની મદદથી અમીબહેનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.

લગ્ન જીવન નો ઝઘડો અકસ્માત સુધી પોહચ્યો ડોકટર પ્રતીકે તલાટી કમ મંત્રી ને ઝઘડા નો અદાવત રાખી ને આવેશ માં આવી ને પોતાની કાર ની આગળ ચાલતી પત્ની ની એક્ટિવા ને પાછળ થી અકસ્માત કરી મોત કરવા ના ઇરાદે ઝઘડા નો બદલો લેવા માગતો હતો.હાલ પોલીસે પ્રતિકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. જો કે પત્ની અમીબેનને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.