Vadodara : રાવપુરામાં મિત્રોએ જ મિત્રની કરી હત્યા, સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના રાવપુરા વિસ્તારમાં સૂર્ય ઉગે તે અગાઉ જ યુવાનનો મૃતદેહ ફૂટપાથ પર જોવા મળ્યો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં આખરે મિત્રોએ જ યુવકની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.20 જુલાઈની મોડી રાત્રે 3 યુવાન ચા-નાસ્તો કરવા નીકળ્યા અને સવારે 4 કલાકે તો બે મિત્રોએ 1 મિત્રની હત્યા કરી નાખી અને તેનો મૃતદેહ ફૂટપાથ પર જ પડી રહ્યો અને સૂર્ય ઉગે તે અગાઉ જ કળિયુગની કાલીમાએ હાજરી ના પુરાવા આપી દીધા કે મિત્ર એ જ મિત્રની હત્યા કરી છે.
બે મિત્રોએ યુવકની કરપીણ હત્યા કરી નાખી
ઘટનાની વાત કરીએ તો તરસાલી વિસ્તારમાં ચેતન આમલેટની લારી પર યશ ઠાકોર નામનો 23 વર્ષનો યુવાન નોકરી કરતો હતો. યશ ઠાકોરના માતા-પિતાનું પણ થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું, જેથી લારીનો માલિક દેવ ભોયટે જ એનો ભાઈ અને દેવની માતા શશીકલા જ તેની માતા અને અન્ય મિત્રો જ તેનો પરિવાર હતો. ગત રાત્રીએ યશ ઠાકોર મોડી રાત્રે મિત્રો સાથે રાવપુરા વિસ્તાર માં જ ચા-નાસ્તો કરવા નીકળ્યો અને થોડે જ દૂર બોલાચાલી બાદ તેના બે મિત્રોએ તેની કરપીણ હત્યા કરી નાખી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને જ્યાં નોકરી કરતો હતો, તે દેવ ભોયટેને જાણ કરવામાં આવી અને મિત્રો અને માનીતા ભાઈ અને માતાએ વલોપાત કર્યો.
મોપેડ પર 3 સવારી ચા-નાસ્તો કરવા રાવપુરા વિસ્તારમાં આવ્યા હતા
જોકે યશ ઠાકોરના ગળાના ભાગે ઈજાના નિશાન હોય પોલીસ સમજી ગઈ કે આ અકસ્માત નથી પણ હત્યા છે. એટલે ક્રાઈમ બ્રાન્ચ પણ સાથે જોડાઈ અને પૂછપરછ કરતા યશ ઠાકોર તેના મિત્રો ભીમો નેપાળી અને મુકેશ માળી સાથે રાત્રે 3 વાગ્યાની આસપાસ તરસાલીથી મોપેડ પર 3 સવારી ચા-નાસ્તો કરવા રાવપુરા વિસ્તારમાં આવ્યા હતા, જ્યાં તેમની કોઈ વાતે બોલાચાલી થઈ અને બાદમાં મૃતક યશે પરત જતા મોપેડ પર બેસવાની ના પાડી, ત્યારે બે મિત્રોએ તેને સમજાવી મોપેડ પર બેસાડ્યો અને થોડે જ દૂર જતા ફરી ઝઘડો થયો અને ભીમાએ યશના ગળે ચપ્પાનો ઘા ઝીંકતા તે ત્યાં જ ફ્સડાઈ પડ્યો, જેમાં મુકેશ માળીએ પણ સાથ આપ્યો.
શું માત્ર બોલાચાલીમાં મિત્રની કરપીણ હત્યા કરી શકે?
પોલીસનું કહેવું છે કે ભીમો જ્યારે સગીર હતો, ત્યારે પણ હત્યા કરી ચુક્યો છે અને સગીર હોવાથી થોડા જ વર્ષોમાં છૂટી ગયો હતો. તે કશું જ કામ ધંધો કરતો ન હતો અને હવે તેણે ફરી નજીવી બાબતમાં હત્યા કરી છે. આ ત્રણેય મિત્રો સાથે ગયા અને ફક્ત ઝઘડામાં હત્યા થાય તે માનવામાં આવતું નથી, ત્યારે નશો કર્યો હતો કે કેમ તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. પરંતુ હાલ તો એક જ નિષ્કર્ષ આવે છે, જે સવાલ જ ચિંતાજનક છે કે કોઈ મિત્ર બોલાચાલીમાં મિત્રની કરપીણ હત્યા કરી શકે? મૃતકનો માનેલો પરિવાર કહે છે કે માસુમને મારનાર આરોપીઓ અમને સોંપી દો ન્યાય અમે મેળવી લઈશું. પરંતુ કાયદો કાયદાનું કામ કરશે તે સ્વાભાવિક છે.
What's Your Reaction?






