Vadodara: યુવકોને બોલાવીને ભરતી કેન્સલ કરતા હોબાળો
વડોદરા કોર્પોરેશનની ફાઇલેરિયા શાખામાં ભરતીનો મુદ્દો કોન્ટ્રાક્ટ બેઝ પર 36 યુવકોની ભરતી થવાની હતી કોર્પોરેટરની અધ્યક્ષતામાં મોરચો પહોંચ્યો કમિશ્નર ઓફિસ વડોદરાની કોર્પોરેશનમા ફાઇલેરીયા શાખામાં કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતીનો મુદ્દે હોબાળો થયો હતો. ફાઇલેરિયા શાખામાં બે દિવસ પહેલા ચોથું મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. 11 મહિનાના કરાર ઉપર 36 યુવકોને મળવાની રોજગારી આપવાની હતી. તમામ યુવકોને અલગ-અલગ અર્બન હેલ્થ સેન્ટર પર સોગંદનામાં સાથે બોલાવ્યા હતા. સવારથી બેઠેલા યુવકોને બપોરે ત્રણ વાગ્યા બાદ ભરતી કેન્સલ કરી હોવાની જાણ કરવામાં આવી હતી. કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં મોરચો યુવકો કમિશનર ઓફિસ પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. આરોગ્ય અમલદાર ડૉક્ટર દવેશ પટેલનું નિવેદન આરોગ્ય અમલદાર ડૉક્ટર દવેશ પટેલે આ મુદ્દે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેરીટ લીસ્ટમાં થોડીક ક્ષતિ રહી ગઈ હોવાથી ફરીથી યુવકોને બોલાવવામાં આવશે. તેમજ ક્ષતિઓ દૂર કર્યા બાદ તમામ યુવકોને રોજગારી આપવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરા કોર્પોરેશનની ફાઇલેરિયા શાખામાં ભરતીનો મુદ્દો
- કોન્ટ્રાક્ટ બેઝ પર 36 યુવકોની ભરતી થવાની હતી
- કોર્પોરેટરની અધ્યક્ષતામાં મોરચો પહોંચ્યો કમિશ્નર ઓફિસ
વડોદરાની કોર્પોરેશનમા ફાઇલેરીયા શાખામાં કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતીનો મુદ્દે હોબાળો થયો હતો. ફાઇલેરિયા શાખામાં બે દિવસ પહેલા ચોથું મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. 11 મહિનાના કરાર ઉપર 36 યુવકોને મળવાની રોજગારી આપવાની હતી. તમામ યુવકોને અલગ-અલગ અર્બન હેલ્થ સેન્ટર પર સોગંદનામાં સાથે બોલાવ્યા હતા.
સવારથી બેઠેલા યુવકોને બપોરે ત્રણ વાગ્યા બાદ ભરતી કેન્સલ કરી હોવાની જાણ કરવામાં આવી હતી. કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં મોરચો યુવકો કમિશનર ઓફિસ પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી.
આરોગ્ય અમલદાર ડૉક્ટર દવેશ પટેલનું નિવેદન
આરોગ્ય અમલદાર ડૉક્ટર દવેશ પટેલે આ મુદ્દે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેરીટ લીસ્ટમાં થોડીક ક્ષતિ રહી ગઈ હોવાથી ફરીથી યુવકોને બોલાવવામાં આવશે. તેમજ ક્ષતિઓ દૂર કર્યા બાદ તમામ યુવકોને રોજગારી આપવામાં આવશે.