Vadodara : ફતેપુરામાં સુફિયાન પઠાણે અંગત અદાવતમાં જાહેરમાં કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે 3 ની કરી ધરપકડ

Jun 12, 2026 - 10:30
Vadodara : ફતેપુરામાં સુફિયાન પઠાણે અંગત અદાવતમાં જાહેરમાં કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે 3 ની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક સરેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં આવેલી રામરાજ હોટેલ પાસે અચાનક ફાયરિંગ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.

 અંગત અદાવત રાખીને આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું

પ્રાથમિક માહિતી અનુસાર, સુફિયાન પઠાણ નામના શખ્સે અંગત અદાવત રાખીને આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્રે મોટી રાહતનો શ્વાસ લીધો છે.

સુફિયાન નશાનો વેપલો ચલાવતો હોવાનો ગંભીર આરોપ

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી સુફિયાન પઠાણ વિસ્તારમાં નશાનો વેપલો ચલાવતો હોવાનો ગંભીર આરોપ છે. સ્થાનિક લોકો જ્યારે આ અસામાજિક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવે છે કે તેને ટોકે છે, ત્યારે પોતાની ધાક અને દાદાગીરી ફેલાવવા માટે તે આવી હિંસક કરતૂતો કરે છે.

ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું

ગઈકાલે પણ વાત વધી જતાં તેણે પોતાની બંદૂકમાંથી હવામાં અને આસપાસ ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તુરંત એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાયદો હાથમાં લેનારા આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ હાલ આ ગુનામાં વપરાયેલું હથિયાર ક્યાંથી આવ્યું અને આ ઘટના પાછળ અન્ય કયા લોકો સામેલ છે તે દિશામાં ઝીણવટભરી પૂછપરછ ચલાવી રહી છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માગ કરી છે. 


આ પણ વાંચો----      Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0