Vadodara: ધવલ ઉર્ફે મુન્ના જયસ્વાલના ઘરેથી વાહનોની 17 નંબર પ્લેટ મળી

Jun 6, 2025 - 04:30
Vadodara: ધવલ ઉર્ફે મુન્ના જયસ્વાલના ઘરેથી વાહનોની 17 નંબર પ્લેટ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવલી પોલીસે નામચીન બૂટલેગર ધવલ ઉર્ફે મુન્ના જયસ્વાલના ઘરે જડતી કરતા અલગ-અલગ વાહનની 17 નંબર પ્લેટ મળી આવી હતી. બીજી તરફ, આજે પોલીસે સાવલીમાં બૂટલેગરનો વરઘોડો કાઢી ખુલ્લા પગે નગરમાં ફેરવ્યો હતો.

સાવલીમાં રૂા.39.03 લાખનો દારૂ પકડાયા બાદ પોલીસે અસામાજીક તત્ત્વો સામે લાલઆંખ કરી છે. આ ગુના બાદ ફરાર બૂટલેગર ધવલ ઉર્ફે મુન્ના જયસ્વાલને પોલીસે રાજસ્થાનના બિચ્છુવાડાની હોટલમાંથી પકડીને લઈ આવી હતી. આ ગુનામાં એક દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે બૂટલેગરને સાથે રાખી તેના ઘરે સર્ચ કર્યું હતું. ઘરે તપાસ દરમિયાન પોલીસને વિવિધ વાહનોની 17 નંબર પ્લેટો મળી આવી હતી.

વડોદરાની પાંચ, રાજપીપળાની બે, ભરૂચની બે, અમદાવાદ બાવળાની ચાર, હિંમતનગરની બે અને એપ્લાઈડ ફોર રજિસ્ટે્રશનની એક નંબર પ્લેટ પોલીસે કબ્જે લીધી હતી. પાંચ આરટીઓ રજિસ્ટ્રેશન સહિત 6 નંબર પ્લેટ ક્યાંથી લાવ્યો ? કયા વાહનોની છે ? આ વાહનોના માલિક કોણ છે ? નંબર વગરના વાહનનો ક્યાં ઉપયોગ કર્યો ? વાહનો હાલ કયા ? વગેરે જેવા તમામ વિગતોની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે. સ્ટેટ મોનિટરિંગ સેલે ગત તા.29મીએ કરેલી રેઈડ દરમિયાન પકડાયેલા નંબર પ્લેટ વગરના વાહનોની રજિસ્ટે્રશન પ્લેટ છે ? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ, આજે પોલીસે સાવલીમાં બૂટલેગરનો વરઘોડો કાઢયો હતો. પોલીસે આરોપીને ખુલ્લા પગે નગરમાં ફેરવ્યો હતા.

વધારાના રિમાન્ડ નામંજૂર થતાં આરોપી જેલ હવાલે

બૂટલેગર ધવલ ઉર્ફે મુન્ના જયસ્વાલના એક દિવસના રિમાન્ડ આજે પુરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. હજુ પણ ગુનાના કામે આરોપીની વધુ પૂછપરછ કરવાની જરૂર હોવાથી પોલીસે વધારાના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે વધારાના રિમાન્ડ નાંમજૂર કરતા આરોપીને જેલ હવાલે કરાયો હતો. હવે ડેસર પોલીસ રૂા.39.03 લાખના દારૂના કેસમાં ધવલની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરશે.

જરોદના LCBના કેસમાં બે આરોપીને ચાર દિવસના રિમાન્ડ

જરોદમાંથી LCBએ ગઈકાલે રૂા.37.03 લાખના દારૂ સાથે કુલ રૂા.75.52 લાખનો મુદ્દામાલ સાથે બે શખસને ઝડપી લીધાં હતાં. આ ગુનાની તપાસ મંજુસર પોલીસને સોંપાઈ હતી. પોલીસે હસન હશરત રાંગડા ચૌધરી (મુસલમાન) અને તૈયબ અબ્દુલકરીમ ખાન (મુસલમાન)ને આજે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0