Vadodara : ડભોઇની તરસાણા ચોકડી પાસે મહાકાય અજગર દેખાતા દહેશત

Oct 13, 2026 - 05:00
Vadodara : ડભોઇની તરસાણા ચોકડી પાસે મહાકાય અજગર દેખાતા દહેશત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડભોઈ પંથકમાં વન્યજીવો માનવ વસાહતો તરફ્ આવી ચઢવાની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગત મોડી રાત્રે શહેર નજીક તરસાણા ચોકડી પાસે આશરે 12 ફૂટ લાંબો મહાકાય અજગર નજરે પડતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ફ્ફ્ડાટ વ્યાપ્યો હતો. માર્ગ નજીક અજગરની હિલચાલ દેખાતાં જ લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે થોડી જ વારમાં આ મહાકાય અજગર નજીકની ઝાડીઓમાં સરકી ગયો હતો. 

ડભોઈ શહેર અને તાલુકા વિસ્તારમાં અજગર સહિત અન્ય વન્યજીવો અવારનવાર દેખાવાના બનાવો બની રહ્યાં છે. પર્યાવરણવિદો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, કુદરતી વનક્ષેત્રો અને જંગલોમાં થઈ રહેલા માનવીય દખલ તેમજ વૃક્ષોના નિકંદનને પગલે વન્યજીવોના કુદરતી રહેઠાણો છીનવાઈ રહ્યા છે. જેના કારણે ખોરાક અને આશ્રયની શોધમાં અજગર તેમજ અન્ય જંગલી પ્રાણીઓ શહેરી અને રહેણાંક વિસ્તારો તરફ્ વળી રહ્યાં છે. તરસાણા ચોકડી જેવા ધમધમતા માર્ગ પર રાત્રિના સુમારે આટલો મોટો અજગર દેખાવા છતાં વનવિભાગની ટીમ સમયસર પેટ્રોલિંગ કે મોનિટરિંગ કરતી ન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. જો અજગર રહેણાંક મકાનો કે પશુપાલકોના ઢોર-ઢાંખર સુધી પહોંચી જાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ છે. ?સ્થાનિક નાગરિકોમાં વનવિભાગની નિષ્ક્રિયતા સામે રોષ ભભૂકી ઊઠયો છે. લોકોની ઉગ્ર માંગ છે કે, વન વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગી તાત્કાલિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરે, ઝાડીઓમાં છુપાયેલા અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે ઊંડા જંગલમાં મુક્ત કરે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0