Vadodara જિલ્લામાં 1.78 કરોડનો દારૂ અને બિયરનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

વડોદરા જિલ્લામાં 4 કન્ટેનર ભરેલો દારૂ અને બિયર જથ્થો ઝડપાયો છે જેમાં 24 કલાકમાં 1.78 કરોડથી વધુનો દારૂ અને બિયરનો ઝથ્થો ઝડપાયો છે,કરજણ, વરણામા અને મંજુસર પોલીસની હદમા રેડ કરીને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચના સપાટાથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.4 કન્ટેનરના ચાલક અને એક ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો દારૂબંધીના લીરેલીરા ઉડાડાવવા બુટલેગરો ફરી સક્રિય થઈ ગયા છે,જેમાં વડોદરા જિલ્લાની હદમાંથી બાતમીના આધારે આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.માત્ર 24 કલાકમાં કુલ 1 કરોડ 78 લાખ ઉપરાંતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.કરજણ, વરણામા અને મંજુસર પોલીસ મથકની હદમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.4 કન્ટેનરમાંથી 2123 દારૂની બોટલો અને બિયરની પેટીઓ સાથે 4 કન્ટેનરના ચાલક અને એક કલિનરની ધરપકડ કરવામાં આવી છે. હાઈવે પરથી ઝડપી પાડયો દારૂ નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રે ઘનિષ્ઠ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલુ એક કન્ટેનર અને વરણામાં પોલીસ મથકની હદમાંથી એક દારૂ ભરેલું કન્ટેનર અને બીજું બિયરનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે.આ દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Vadodara જિલ્લામાં 1.78 કરોડનો દારૂ અને બિયરનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લામાં 4 કન્ટેનર ભરેલો દારૂ અને બિયર જથ્થો ઝડપાયો છે જેમાં 24 કલાકમાં 1.78 કરોડથી વધુનો દારૂ અને બિયરનો ઝથ્થો ઝડપાયો છે,કરજણ, વરણામા અને મંજુસર પોલીસની હદમા રેડ કરીને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચના સપાટાથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.4 કન્ટેનરના ચાલક અને એક ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે.

જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો

દારૂબંધીના લીરેલીરા ઉડાડાવવા બુટલેગરો ફરી સક્રિય થઈ ગયા છે,જેમાં વડોદરા જિલ્લાની હદમાંથી બાતમીના આધારે આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.માત્ર 24 કલાકમાં કુલ 1 કરોડ 78 લાખ ઉપરાંતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.કરજણ, વરણામા અને મંજુસર પોલીસ મથકની હદમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.4 કન્ટેનરમાંથી 2123 દારૂની બોટલો અને બિયરની પેટીઓ સાથે 4 કન્ટેનરના ચાલક અને એક કલિનરની ધરપકડ કરવામાં આવી છે.

હાઈવે પરથી ઝડપી પાડયો દારૂ

નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રે ઘનિષ્ઠ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલુ એક કન્ટેનર અને વરણામાં પોલીસ મથકની હદમાંથી એક દારૂ ભરેલું કન્ટેનર અને બીજું બિયરનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે.આ દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.