Vadodara : કરજણમાં પાલિકાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, જુઓ Video
વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાયો આવ્યો છે. આવતીકાલે 16 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે એક દિવસ અગાઉ કરજણમાં કોંગ્રેસે ભાજપ પર ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો. કરજણના ઉમેદવારો પ્રચાર કરતા દરમિયાન તેમને ભાજપના કાર્યકરો ધમકી હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસ ઉમેદવારને ધમકી આપતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી.કાર્યકરોને મળી ધમકીકરજણ નગરપાલિકામાં વોર્ડ.1ના કૉંગ્રેસના કાર્યકરોને ભાજપા નેતાઓ દ્વારા ધમકી ચૂંટણીના એક દિવસ પહેલા જ રાજ્યમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જેવા માહોલ મળ્યો. રાજયમાં સ્થાનિક સ્વરાજની આવતીકાલે ચૂંટણી યોજવાની છે તેને લઈને તમામ બેઠકો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટાભાગની બેઠકો પર અગાઉથી પોલીસ તૈનાત કરવામાં આવી છે. ચૂંટણી પંચમાં ફરિયાદવડોદરાના પાદરામાં ભાજપ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ હતી. ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય દ્વારા વિદ્યાર્થીઓના નામે મત માંગ્યાનો ઓડિયો ક્લિપ વાયરલ કરાઈ હતી. ભાજપના ધારાસભ્યે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક સ્વરાજની 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થશે જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થશે. દરમિયાન ગુજરાતમાં અત્યારે ચૂંટણીને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ કહી શકાય.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાયો આવ્યો છે. આવતીકાલે 16 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે એક દિવસ અગાઉ કરજણમાં કોંગ્રેસે ભાજપ પર ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો. કરજણના ઉમેદવારો પ્રચાર કરતા દરમિયાન તેમને ભાજપના કાર્યકરો ધમકી હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસ ઉમેદવારને ધમકી આપતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી.
કાર્યકરોને મળી ધમકી
કરજણ નગરપાલિકામાં વોર્ડ.1ના કૉંગ્રેસના કાર્યકરોને ભાજપા નેતાઓ દ્વારા ધમકી ચૂંટણીના એક દિવસ પહેલા જ રાજ્યમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જેવા માહોલ મળ્યો. રાજયમાં સ્થાનિક સ્વરાજની આવતીકાલે ચૂંટણી યોજવાની છે તેને લઈને તમામ બેઠકો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટાભાગની બેઠકો પર અગાઉથી પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ચૂંટણી પંચમાં ફરિયાદ
વડોદરાના પાદરામાં ભાજપ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ હતી. ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય દ્વારા વિદ્યાર્થીઓના નામે મત માંગ્યાનો ઓડિયો ક્લિપ વાયરલ કરાઈ હતી. ભાજપના ધારાસભ્યે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક સ્વરાજની 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થશે જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થશે. દરમિયાન ગુજરાતમાં અત્યારે ચૂંટણીને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ કહી શકાય.