Vadodara: એસટી વિભાગ દ્વારા તહેવારોના સમયમાં 50 એક્સ્ટ્રા બસ દોડાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
થોડા દિવસોમાં રક્ષાબંધનના તહેવાર આવી રહ્યો છે. જેને લઇ વડોદરા ST વિભાગ સજ્જ છે. વડોદરા એસટી વિભાગ દ્વારા તહેવારોના સમયમાં એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. લોકોને આવન જાવન માટે સરળતા રહે તે માટે વડોદરા ST વિભાગ 50 એક્સ્ટ્રા બસો દોડાશે. તહેવારોના દિવસોમાં બસમાં મુસાફોની ભારે ભીળ જોવા મળતી હોય છે.
વડોદરા ST વિભાગ સજ્જ
શહેર ST વિભાગ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી લોકોને એક ગામથી બાજા ગામ જવામાં મુશ્કેલીનો સામનો કરવો નહી પડે. આ બસોને દોડાવવા 105 કર્મીઓનો સ્ટાફ એક્સ્ટ્રા જોડવામાં આવ્યો છે. આ એક્સ્ટ્રા બસ ગોધરા, પંચમહાલ, સૌરાષ્ટ્ર તરફ શરૂ કરવમાં આવશે. જેથી સૌરાષ્ટ્ર તરફથી આવતા લોકોને સરળતાથી બસની સુવિધા મળી રહેશે.
50 એક્સ્ટ્રા બસ દોડાવશે
ST વિભાગ દ્વારા ગોધરા, પંચમહાલ, સૌરાષ્ટ્ર તરફ આ બસ સેવા ચાલું કરવાનો નિર્ણય કર્યો છે. આ સેવાથી એસટી વિભાગને પણ ભારે આવક થશે. સૌરાષ્ટ્રમાં ગયેલા લોકો રક્ષાબંધનના તહેવારમાં પોતાના વતન તરફ આવતા હોય છે. લોકોને પુરી સુવિધા મળી રહેશે. ST વિભાગના કર્મચારીએ જણાવ્યું કે લોકોને તહેવારના દિવસોમાં ભારે અગવળતાનો સામમનો કરવો પડતો હોય છે. તેવામાં આ એક્સટ્રા બસ દોડશે તો બસમાં લોકોની ભીડ ઓછી થશે સાથે લોકોને હાલાકી ભોગવવાનો વારો નહી આવે.
What's Your Reaction?






