Vadodara: આ કુદરતી કહેર નહીં પણ માનવસર્જિત આપત્તિ છે: નિવૃત ન્યાયાધીશ

‘નુકસાની વળતર વડોદરા મ્યુ.કોર્પોરેશને આપવું જોઇએ’ ‘2005 પછી વડોદરામાં વિશ્વામિત્રી પર બાંધકામો થયા’ ‘PIL થાય છે તો અધિકારીને સજા કેમ નથી થતી?’ ભારે વરસાદને કારણે વડોદરામાં એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. હાઈકોર્ટના નિવૃત જજ પણ આ પૂરમાં ફસાયા હતા. જેને લઈને નિવૃત ન્યાયાધીશ ભગવતીબેન પટેલે જણાવ્યું હતું કે, હું જેતલપુર વિસ્તારના ત્રિમૂર્તિ ટાવરમાં રહું છું. 33 વર્ષ વડોદરા સહિત ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે સેવા આપી છે. પૂરના પાણીમાં ફસાયા બાદ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. નુકસાનીનું વળતર વડોદરા મહાનગર પાલિકાએ જ આપવું પડશે નિવૃત ન્યાયાધીશે જણાવ્યું હતું કે, 2005 પછી વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બાંધકામો થયા છે. 2005 પછી બધા અધિકારીઓએ શહેરનો દાટ વાળ્યો છે. પી.આઈ.એલ. થાય છે તો ન્યાય કે અધિકારીને સજા કેમ થતી નથી? જવાબમાં ક્લીનચીટ શબ્દ આ લોકોને બચાવે છે. પુરાવાના અભાવે બધા છૂટી જાય છે. કોઈ કડક જજની કોર્ટમાં પી.આઈ.એલ થાય તો ખબર પડે. મારા ઘરમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા હતા. કોઈ પૂછવા સુધી આવ્યું નથી. પ્રજા આજે રડી રહી છે ન્યાય માગે છે. 3 દિવસ સુધી નગરજનો હેરાન-પરેશાન થયા વડોદરાના લોકોએ છેલ્લા 22 વર્ષમાં કદી જોયું ના હોય તેવું વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ અને તેની સાથે ભારે પૂર તેમજ તેના કારણે તબાહી નિહાળી હતી. છેલ્લા ત્રણ દિવસથી હેરાન થયેલા લોકો વિશ્વામિત્રી નદીના પૂરથી હેરાન પરેશાન થઇ ગયા હતાં. અનેક લોકોએ પોતાના ઘરમાં પીવાના પાણી અથવા ભોજન વગર આ દિવસો દરમિયાન રહેવું પડ્યું હતું. જેના કારણે થોડા સમય પહેલાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરીદેલા બંગલા અથવા ફ્લેટમાં રહેવા માંગતા ના હોય તેવી રીતે પોતાની મિલકત આગામી દિવસોમાં વેચવા માટે મૂકવાનું નક્કી કર્યું છે.

Vadodara: આ કુદરતી કહેર નહીં પણ માનવસર્જિત આપત્તિ છે: નિવૃત ન્યાયાધીશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ‘નુકસાની વળતર વડોદરા મ્યુ.કોર્પોરેશને આપવું જોઇએ’
  • ‘2005 પછી વડોદરામાં વિશ્વામિત્રી પર બાંધકામો થયા’
  • ‘PIL થાય છે તો અધિકારીને સજા કેમ નથી થતી?’

ભારે વરસાદને કારણે વડોદરામાં એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. હાઈકોર્ટના નિવૃત જજ પણ આ પૂરમાં ફસાયા હતા. જેને લઈને નિવૃત ન્યાયાધીશ ભગવતીબેન પટેલે જણાવ્યું હતું કે, હું જેતલપુર વિસ્તારના ત્રિમૂર્તિ ટાવરમાં રહું છું. 33 વર્ષ વડોદરા સહિત ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે સેવા આપી છે. પૂરના પાણીમાં ફસાયા બાદ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો.

નુકસાનીનું વળતર વડોદરા મહાનગર પાલિકાએ જ આપવું પડશે

નિવૃત ન્યાયાધીશે જણાવ્યું હતું કે, 2005 પછી વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બાંધકામો થયા છે. 2005 પછી બધા અધિકારીઓએ શહેરનો દાટ વાળ્યો છે. પી.આઈ.એલ. થાય છે તો ન્યાય કે અધિકારીને સજા કેમ થતી નથી? જવાબમાં ક્લીનચીટ શબ્દ આ લોકોને બચાવે છે. પુરાવાના અભાવે બધા છૂટી જાય છે. કોઈ કડક જજની કોર્ટમાં પી.આઈ.એલ થાય તો ખબર પડે. મારા ઘરમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા હતા. કોઈ પૂછવા સુધી આવ્યું નથી. પ્રજા આજે રડી રહી છે ન્યાય માગે છે.

3 દિવસ સુધી નગરજનો હેરાન-પરેશાન થયા

વડોદરાના લોકોએ છેલ્લા 22 વર્ષમાં કદી જોયું ના હોય તેવું વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ અને તેની સાથે ભારે પૂર તેમજ તેના કારણે તબાહી નિહાળી હતી. છેલ્લા ત્રણ દિવસથી હેરાન થયેલા લોકો વિશ્વામિત્રી નદીના પૂરથી હેરાન પરેશાન થઇ ગયા હતાં. અનેક લોકોએ પોતાના ઘરમાં પીવાના પાણી અથવા ભોજન વગર આ દિવસો દરમિયાન રહેવું પડ્યું હતું. જેના કારણે થોડા સમય પહેલાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરીદેલા બંગલા અથવા ફ્લેટમાં રહેવા માંગતા ના હોય તેવી રીતે પોતાની મિલકત આગામી દિવસોમાં વેચવા માટે મૂકવાનું નક્કી કર્યું છે.