Vadodara Power Cut Alert: MGVCL દ્વારા આજથી સમારકામ શરૂ, સવારે 7 થી 11 સુધી રહેશે વીજ કાપ

Nov 21, 2026 - 09:30
Vadodara Power Cut Alert: MGVCL દ્વારા આજથી સમારકામ શરૂ, સવારે 7 થી 11 સુધી રહેશે વીજ કાપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વડોદરા શહેરમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત અને અવિરત બનાવવા માટે આજથી પોસ્ટ મોન્સૂન વિશેષ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ ટ્રાન્સફર અને જંપર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જે આગામી 30 તારીખ સુધી ચાલશે. તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાથી વીજ પુરવઠો નિયમિત રહેશે, પરંતુ કામગીરી દરમિયાન નાગરિકોએ થોડી મુશ્કેલી વેઠવી પડશે.

17 સબ-સ્ટેશનોના 45 ફીડર પર રહેશે વીજ કાપ

MGVCL ની આ મેન્ટેનન્સ ડ્રાઇવને કારણે વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ રહેશે. મળતી માહિતી મુજબ, 17 સબ-સ્ટેશનો હેઠળ આવતા કુલ 45 ફીડર ઉપર આ સમારકામ કરાશે. જેના કારણે અંદાજે 1 લાખથી વધુ વીજ ગ્રાહકોને સીધી અસર પહોંચશે. આ કામગીરી દરમિયાન સવારે 7:00 વાગ્યાથી લઈને બપોરે 11:00 વાગ્યા સુધી અથવા તો કેટલાક વિસ્તારોમાં બપોરે 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને લેવાયો મહત્વનો નિર્ણય

વીજ તંત્ર દ્વારા આ સમયગાળાની પસંદગી પાછળનું મુખ્ય કારણ શિયાળાની ઋતુ છે. શિયાળાની ઋતુમાં વીજળીની ખપત ઉનાળા કે ચોમાસાની સરખામણીમાં ઓછી રહેતી હોય છે, જેથી વીજ કાપ મૂકવા છતાં નાગરિકોને ઓછી અગવડ પડે. MGVCL દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ સમયગાળા દરમિયાન સહકાર આપે જેથી ઉનાળામાં વીજ વિક્ષેપ વગરની ઉત્તમ સેવાઓ પૂરી પાડી શકાય.


આ પણ વાંચો: Vadodara: પંડ્યા બ્રિજ પર ઓવરલોડ ટેન્કરની ટક્કરથી બાઇક સવાર દંપતીનાં મોત, 4 વાહનો અથડાયાં


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0