Vadodara News: સાવલીમાં બંધ પેટ્રોકેમ કંપનીમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી લોકોને શ્વાસ લેવામાં થઈ તકલીફ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના સાવલી તાલુકાના લસુન્દ્રા રોડ પર આવેલી 'શાર્પ પેટ્રોકેમ' નામની બંધ કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં રહેલા જ્વલનશીલ સોલવન્ટના બેરલોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં ઝેરી ગેસ ગળતર અને ધુમાડાને કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી.
અધિકારીઓની હાજરીમાં જ આગ ફાટી નીકળી
ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારથી જ કંપનીમાં ગેસ લીકેજની બૂમો ઉઠી હતી. જેને પગલે GPCB, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મંજુસર પોલીસની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી. નવાઈની વાત એ છે કે, બપોરે 4 વાગ્યાની આસપાસ જ્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર હતા, ત્યારે જ અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી.
ફાયર સેફ્ટીનો સદંતર અભાવ
તપાસમાં સામે આવ્યું છે કે, 'શાર્પ પેટ્રોકેમ' કંપની હાલ બંધ હાલતમાં છે, પરંતુ તેની અંદર વિવિધ પ્રકારના ખતરનાક સોલવન્ટના બેરલોનો મોટો જથ્થો પડ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો હોવા છતાં કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો સદંતર અભાવ જોવા મળ્યો હતો, જેને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો.

ઝેરી ધુમાડાથી લોકો પરેશાન
આગને કારણે નીકળેલા કાળા ધુમાડા અને કેમિકલની અસરને લીધે રાહદારીઓને ગળામાં ચચરાટ અને આંખોમાં બળતરા થવા લાગી હતી. મંજુસર પોલીસે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ લઈ આગ બુઝાવવાની કામગીરી તેજ કરી હતી. હાલમાં કંપનીમાં કયા પ્રકારનું મટીરીયલ હતું અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે, તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara: ગાજરવાડી વિસ્તારમાં બોગસ તબીબનો પર્દાફાશ, ડિગ્રી વગર એલોપેથી દવાઓ સાથે ધવલ કવાડ ઝડપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

