Vadodara News : વડોદરાના સલાટવાડા વિસ્તારમાં ઉંદર કરડતા યુવકનું મોત ! પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમા 40 વર્ષીય પુરુષને ઉંદર કરડયા બાદ મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે, માથામાં અને પગમાં ઉંદર કરડતા યુવકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને બેભાન હાલતમાં SSG હોસ્પિટલ લાવીને તેની સારવાર કરવામાં આવી હતી.
આઇસીયુમાં સારવાર દરમિયાન સંદીપ મોરેનું મોત
વડોદરાના સલાટવાડામાં અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકને ઉંદર કરડતા તેનું મોત થયું હોઈ શકે છે, પોલીસે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે, યુવક ઘરે હતો તે દરમિયાન તેને માથા અને પગના ભાગે ઉંદર કરડયો હતો અને મોત થયું હોવાની વાત સામે આવી છે, તો પીએમ રીપોર્ટ આવશે અને ત્યારબાદ સાચું કારણ સામે આવશે, મહત્વનું છે કે, હોસ્પિટલના સ્ટાફને એવી શંકા છે કે આ મોત ઉંદર કરડવાથી જ થયું છે.
વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ વધ્યો !
વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ વધ્યો હોવાની વાત સામે આવી છે, યુવક ઘરે હતો અને તે દરમિયાન ઉંદર તેને કરડી ગયો હતો જેના કારણે માથાના ભાગેથી લોહી વહી જતા તે બેભાન થઈ ગયો હતો અને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો ત્યારે આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેનું મોત થયું છે, મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે, વડોદરાના સલાટવાડામાં ઉંદરનો ત્રાસ ખૂબ છે અને તેના કારણે આ ઘટના બની છે, ઉંદર ઘરમાં રહેલી વસ્તુઓ પણ કોતરી નાખે છે.
What's Your Reaction?






