Vadodara News : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી ચેન સ્નેચિંગના આરોપીને UPથી ઝડપ્યો

Dec 28, 2025 - 12:00
Vadodara News : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી ચેન સ્નેચિંગના આરોપીને UPથી ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપી ચેન સ્નેચિંગના અનેક ગુનામાં સંડોવાયેલો હતો, આરોપી ઝડપાઈ જતા 3 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે અને આરોપી ઝડપાયા ત્રણ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે અને મેજરસિંગ જોગાસિંગને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુખ્યાત આંતર રાજ્ય બાવરિયા ગેંગના સાગરીતને યુપીથી દબોચ્યો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત આંતર રાજય બાવરિયા ગેંગના સાગરીતને યુપીથી દબોચ્યો છે અને ચેન સ્નેચિંગના ઉપરા છાપરી બનાવો બનતા વડોદરા પોલીસ એકટિવ થઈ હતી, તપાસ દરમિયાન આરોપીઓની કડી ઉત્તર પ્રદેશની નીકળી હોવાની વાત સામે આવી છે અને આરોપીઓ કારમાં યુપીથી વડોદરા આવી બાઈક ચોરી કરી ગુનાને આપતા હતા અંજામ, આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશ ખાતે થઈ હતી રવાના.

આરોપીને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રતાપુર ટોલનાકા ખાતે કર્મચારીનો કર્યો હતો વેશ પલટો

કુખ્યાત આંતરરાષ્ટ્રીય બાવરીયા ગેંગના સાગરીત મેજરસિંગ જોગાસિંગ સિંગને ઝડપી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે, તપાસમાં શહેરના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને ગુનામાં ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથધરી છે. બીજી તરફ વડોદરા શહેરમાં વધતા વાહન ચોરીના કેસ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવાયાર્ડ અને ગોરવા વિસ્તારમાં રાત્રિ સમયે પાર્ક કરેલી એક્ટિવા સ્કૂટરોની ચોરી કરીને તેને ગિરવી મૂકતા રીઢા આરોપી આરિફ સાબીર અલાઉદ્દીન દિવાન (ઉંમર 29 વર્ષ, રહેવાસી સાઇનાથનગર, નર્મદા કેનાલની બાજુ, કરોડીયા રોડ)ને ઝડપ્યો છે. આરોપીની પાસેથી કુલ 6 એક્ટિવા સ્કૂટર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Valsad News : વલસાડમાં પતંગની દોરીથી બાઇક ચાલકનું ગળુ કપાયું, ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0