Vadodara News: તલસટ-ચાંપડ ગામની સીમમાં કચરો ઠાલવી સળગાવતા ગ્રામજનોનો હોબાળો, અધિકારીઓના ઘર સુધી કચરો નાખવાની ચીમકી!

Oct 14, 2026 - 18:30
Vadodara News: તલસટ-ચાંપડ ગામની સીમમાં કચરો ઠાલવી સળગાવતા ગ્રામજનોનો હોબાળો, અધિકારીઓના ઘર સુધી કચરો નાખવાની ચીમકી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના તલસટ અને ચાંપડ ગામના લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામની સીમમાં અને તળાવ નજીક જાહેરમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે અને એટલું જ નહીં, આ કચરાને જાહેરમાં સળગાવવામાં પણ આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટરની મનમાની અને તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

તળાવનું પાણી પ્રદૂષિત થવાની અને બીમારી ફેલાવાની ભીતિ

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તલસટ અને ચાંપડ ગામની સીમમાં આવેલી જગ્યાએ નિયમિતપણે કચરો ઠાલવવામાં આવે છે. આ કચરાને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, કચરો જ્યાં ઠાલવાય છે તેની નજીક જ ખેતી માટે ઉપયોગમાં લેવાતું તળાવ આવેલું છે. તળાવનું પાણી પ્રદૂષિત થવાની આશંકાના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Vadodara News: Talsat-Chapad Villagers Protest Garbage Burning, Threaten Authorities

વારંવાર રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી નહીં

સ્થાનિક લોકોનો મુખ્ય આક્ષેપ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે ગામની હદમાં જ કચરો ઠાલવવામાં આવે છે અને બાદમાં તેને સળગાવી દેવામાં આવે છે. આ ગંભીર બાબતે ગ્રામજનો દ્વારા અગાઉ અનેક વખત સબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના 'સ્વચ્છતા અભિયાન'ના દાવાઓ આ ઘટના સામે પોકળ સાબિત થઈ રહ્યા છે.

Vadodara News: Talsat-Chapad Villagers Protest Garbage Burning, Threaten Authorities

અધિકારીઓના ઘરે કચરો ઠાલવવાની આક્રમક ચીમકી

તંત્રની બેજવાબદાર કામગીરીથી કંટાળીને ગ્રામજનો હવે આક્રમક મૂડમાં આવ્યા છે. ગામના જાગૃત નાગરિક રાકેશ ઠાકોર દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો વહેલી તકે આ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગ્રામજનો મજબૂર થઈને અધિકારીઓના ઘરે જ કચરો ઠાલવશે. આ ચીમકીથી સ્થાનિક વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.


આ પણ વાંચો: Vadodara News: વ્યાજબી ભાવની દુકાનોમાં ખાદ્યતેલની અછત, દુકાનદારોએ પેમેન્ટ કર્યું છતાં પૂરતો જથ્થો મળ્યો નહીં


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0