Vadodara News : ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસ, R & Bના નિવૃત્ત એન્જિનિયર કે.બી. થોરાટ વિદેશ જતા ACBએ હાજર થવા મોકલ્યું સમન્સ

Aug 13, 2025 - 09:30
Vadodara News : ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસ, R & Bના નિવૃત્ત એન્જિનિયર કે.બી. થોરાટ વિદેશ જતા ACBએ હાજર થવા મોકલ્યું સમન્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ ચાલુ જ છે, R & Bના નિવૃત્ત એન્જિનિયરને હાજર થવા સમન્સ એસીબીએ પાઠવ્યું છે, વિદેશ ગયેલા કે.બી. થોરાટને હાજર થવા સમસન્સ પાઠવ્યું છે, સસ્પેન્ડ 4 અધિકારીઓની SIT કરી રહી છે પૂછપરછ અને SIT અધિકારીઓના ઘર અને મિલકતની તપાસ કરશે, તો આ સમગ્ર કેસમાં કોર્ટમાંથી મંજૂરી બાદ તપાસ કરવામાં આવશે.

કે.બી. થોરાટે વિદેશની વાટ પકડી

વડોદરા જિલ્લાના પાદરા મુજપુર નજીક આવેલો ગંભીરા રિવર બિજ ધરાશયી થવાના બનાવ પછી સસ્પેન્ડ કરાયેલા રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના ત્યાર સસ્પેન્ડેડ અધિકારીઓ મળીને પાંચ જણાં સામે એ.સી.બી.ની એસ.આઈ.ટી. દ્વારા તપાસ ચાલી રહી છે. જે પૈકીના સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેર એન.એમ. નાયકાવાલાની મંગળવારે એસ. આઈ.ટી. દ્વારા 7 કલાક સુધી તેમની આવક અને સ્વપાર્જિત તેમજ વડિલોપાર્જિત મિલ્કતો અંગે ઝીણવટભરી પૂછપરછ કરી હતી.

એસ.આઈ.ટી.ની એક ટીમ આવક અને મિલ્કતોની તપાસ ચલાવી રહી છે

જ્યારે બીજી ટીમ ગંભીરા બ્રિજ બન્યો ત્યારથી લઈને ધરાશયી થયો ત્યાં સુધીના સમયગાળામાં જે અધિકારીએ મરામત સહિતની સમીક્ષા કરી છે તેમની તપાસ ચલાવી રહી છે. આ ટીમ દ્વારા કાર્યપાલક રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના પૂર્વ કાર્યપાલક ઈજનેર કે.બી. થોરાટે ગત વર્ષે માર્ચ 2024માં સ્વૈચ્છીક નિવૃત્તી લીધી હતી. તા. ૯મી જુલાઈએ ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ હતી આ સમયગાળા દરમિયાન કે.બી. થોરાટે વિદેશની વાટ પકડી હતી. જેથી તેઓ એસીબીની પ્રથમ નજરમાં શંકાના દાયરામાં આવ્યા હતા. નોકરીના કાર્યકાળ દરમિયાન ગંભીરા બ્રિજ અંગે શું અભિપ્રાય આપ્યો છે. થોરાટની પુછપરછ કરાશે.

એ.સી.બી.ની ટીમ થોરાટના ઘરે તપાસ કરવા ગઈ હતી

પરિવારના સભ્યએ જણાવ્યુ હતુ કે, સપ્ટેમ્બર મહિનામાં તેઓ અમેરીકાથી પાછા આવવાના છે. જેઓ આવ્યા બાદ પૂછપરછ કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. ઈજનેર નાયકાવાલાને તેડું મોકલવામાં આવ્યુ છે. નાયકાવાલાએ અત્યાર સુધીમાં બ્રિજ અંગે શું અભિપ્રાય અને સ્થળની વિઝીટ અંગે કાર્યવાહી કરી છે તે અંગે પૂછપરછ કરાશે. ગંભીરા રિવર બ્રિજ ગઈ તા. ૯મી જુલાઈના રોજ તૂટી પડયો હતો. આ દૂર્ઘટનામાં કમનસીબોના મૃત્યુ થયા હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0