Vadodara News: કામગીરીમાં બેદરકારી બદલ 16 એન્જિનિયરો સહિતના અધિકારીઓને નોટિસ! VMC કમિશનરની કડક કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા મહાનગરપાલિકામાં VMC કમિશનર અરુણ મહેશ બાબુએ બોલાવેલી ઉચ્ચસ્તરીય રિવ્યુ બેઠકમાં તંત્ર દ્વારા નગરની કામગીરી સુધારવા માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ચાલતી વિવિધ વિકાસ કાર્યો અને સફાઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરતી વખતે કમિશનરે કામગીરીમાં લાપરવાહી દાખવનાર અધિકારીઓ સામે લાલ આંખ કરી છે.
16 એન્જિનિયરો સહિત વિવિધ વિભાગના અધિકારીઓને નોટિસ
બેઠક દરમિયાન કામમાં ગંભીર બેદરકારી સામે આવતા કમિશનરે ત્વરિત પગલાં લેતા વિવિધ વિભાગના કુલ 16 એન્જિનિયરોને કારણદર્શક નોટિસો ફટકારી છે. માત્ર એન્જિનિયરો જ નહીં પરંતુ સફાઈ કામગીરી પર પૂરતું ધ્યાન ન આપનાર SI (સેનિટેશન ઇન્સ્પેક્ટર) અને સુપરવાઇઝરોને પણ નોટિસ આપવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

વોર્ડ ઓફિસરો સામે પણ કાયદેસરની નોટિસની કાર્યવાહી
શહેરના અલગ-અલગ વોર્ડમાં નાગરિકોની ફરિયાદો અને સફાઈના પ્રશ્નોના નિવારણમાં મોડું થતા હવે સીધા વોર્ડ ઓફિસરો સામે પણ સકંજો કસવામાં આવ્યો છે. સંબંધિત વોર્ડ ઓફિસરો સામે પણ નોટિસ પાઠવવાની કાર્યવાહી શરૂ થતાં પાલિકા વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો છે.

'કામમાં સુધારો નહીં આવે તો ટર્મિનેશન' - કમિશનરની સ્પષ્ટ ચેતવણી
બેઠકમાં કડક શબ્દોમાં ચેતવણી આપતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પબ્લિક સેટિસ્ફેક્શન (જનતાનો સંતોષ) માટે તમામ અધિકારીઓએ સખત મહેનત કરવી જ પડશે. જો આગામી સમયમાં કામગીરીમાં કોઈ સુધારો જોવા નહીં મળે, તો સીધા ટર્મિનેશન (નોકરીમાંથી બરતરફ) સુધીના કડક પગલાં લેવામાં આવશે, તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ બેઠક બાદ પાલિકાના બેદરકાર અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Vadodara : 23 વર્ષથી ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો, રવિ પુજારી ગેંગ સાથે જોડાણનો ખુલાસો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

