Vadodara News: વેકેશનના છેલ્લા રવિવારે શિનોરના માલસર નર્મદા કિનારે સહેલાણીઓનો ભારે ધસારો

Jun 7, 2026 - 20:30
Vadodara News: વેકેશનના છેલ્લા રવિવારે શિનોરના માલસર નર્મદા કિનારે સહેલાણીઓનો ભારે ધસારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉનાળુ વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ માલસર ખાતે પ્રકૃતિપ્રેમીઓ અને સહેલાણીઓનો ભારે ઘોડાપૂર ઉમટ્યો છે. વેકેશનના છેલ્લા રવિવારે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે નર્મદા નદીના કિનારે રજાઓની મજા માણવા પહોંચ્યા હતા, જેને પગલે સમગ્ર માલસર પંથક મિની મેળામાં ફેરવાઈ ગયો હતો.

નર્મદાના શીતળ જળમાં સ્નાન કરી ગરમીથી મેળવી રાહત

કાળઝાળ ગરમી અને ઉનાળાની રજાઓના આખરી દિવસો હોવાથી માલસર નજીક આવેલા નર્મદા બ્રિજ પાસે સહેલાણીઓની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. ગુજરાતભરમાંથી આવેલા લોકોએ નર્મદા નદીના પવિત્ર, શીતળ અને સ્વચ્છ જળમાં ડૂબકી લગાવીને અસહ્ય ગરમીમાંથી ભારે રાહત મેળવી હતી. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો નદીના પાણીમાં મોજ-મસ્તી કરતા નજરે પડ્યા હતા.

કુદરતી સૌંદર્ય વચ્ચે પરિવારે માણી આનંદની પળો

માલસરનો નર્મદા કિનારો હાલના સમયે સ્થાનિકો અને પ્રવાસીઓ માટે મનોરંજન તેમજ પ્રવાસનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. શહેરી વિસ્તારની ભીડભાડથી દૂર કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ વચ્ચે લોકોએ પોતાના પરિવાર સાથે સોનેરી પળો માણી હતી. વેકેશન પૂરું થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી લોકોએ આ રવિવારને યાદગાર બનાવવા માટે માલસરના કિનારે મોટો મેળાવડો સર્જ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0