Vadodara News : વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરે બાઈકચાલકને અડફેટે લેતા નિપજયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો આતંક ઓછો થયો નથી અને રખડતા ઢોરના કારણે એક બાઈકચાલકનું મોત થયું છે, રખડતા ઢોરના કારણે બાઈકચાલકનું મોત થતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે, ત્યારે નગરપાલિકાની બેદરકારી અને પશુપાલકની બેદરકારીના કારણે એક વ્યકિતનો જીવ ગયો છે.
વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો આતંક
વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે અને રખડતા ઢોરની અડફેટે બાઇકચાલકનું મોત થયું છે, બાઈકચાલક બાઈક લઈને જઈ રહ્યો હતો અને અચાનક ઢોર વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો અને તેનું મોત થયું છે, ચીપડમાં એકલવ્ય સ્કૂલ પાસે અકસ્માત સર્જાયો છે અને રખડતા ઢોરે અડફેટે લેતા ગોપાલ સોલંકીનું મોત થયું છે, પાલિકાની ટીમની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
મોરબીમાં રખડતા ઢોરને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 08222-220551 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
What's Your Reaction?






