Vadodara News : લો બોલો કેવું કહેવાય, વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વોર્ડમાં જ દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન

Oct 3, 2025 - 09:00
Vadodara News : લો બોલો કેવું કહેવાય, વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વોર્ડમાં જ દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં ગંદા અને દૂષિત પાણીને લઈ સ્થાનિકોએ હોબાળો કર્યો હતો, લોકોએ હલ્લાબોલ કરી શુદ્ધ પાણી આપવા માગ કરી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે વોર્ડના કાઉન્સીલર છે ત્યાંના સ્થાનિકોને ચોખ્ખુ પાણી મળતુ નથી અને દુર્ગંધયુક્ત પાણી પીવાથી રોગ થઇ રહ્યા છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. સ્માર્ટ સિટી વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 6માં આવ્યું દુર્ગંધ યુક્ત પાણી.

વડોદરામાં વોર્ડ નંબર 6નો વિસ્તાર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો

સ્થાનિકોનો આક્ષેપ છે કે, સમસ્યાઓ ઘણી છે તેમ છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે કોર્પોરેટરો મળવા પણ નથી આવતા જેને લઈ વારસિયા વિસ્તારના વિવિધ મહોલ્લા અને ચાલીમાં દુર્ગંધ યુક્ત પાણી આવતા વિસ્તારના લોકોએ મોરચો કાઢયો હતો અને પીવાના શુદ્ધ પાણીની માગ પણ કરી છે, શીતળામાતા મોહલ્લા, નરસિંહ ટેકરી, યાકુતપુરા, જોગણી માતા મોહલ્લામાં આવે છે દુર્ગંધ યુક્ત પાણી, તો દુર્ગંધ યુક્ત પાણીની સાથે લો પ્રેશરથી પાણી આવતા રહીશો પોકારી ઊઠ્યા હતા ત્રાહિમામ.

વડોદરામાં કન્સ્ટ્રક્શન વેસ્ટ અને ગંદકીવાળા સ્પોટ પર વૃક્ષો ઉગાડી બ્યુટીફેક્શન કરાયું

કારેલીબાગ જૈન દેરાસરથી ચંદ્રાવલી સર્કલ તરફના ડિવાઇડરમાં 85 જેટલા જેકેરેંડાના વૃક્ષો તથા ફુટપાથ સાઇડના ભાગમાં ૧૫૦ લીમડા અને ગરમાળાનું વૃક્ષારોપણ આજે કરાયું હતું. તેમજ આર્યકન્યા સ્કુલ પાછળ ઘણાં સમયથી રોડા-છારૂ અને કચરો ફેંકી ગંદકી કરાતી હતી. જેથી અહીં ૨૧ જેટલા મોટા વૃક્ષો અને ૧૦૦ ચંપા લગાવાયા હતા. નવા બનાવેલા ગાર્ડનની બહાર પણ કચરો અને ગંદકી થતી હોવાથી દિવાલ કરી લેન્ડ સ્કેપિંગની કરાયું હતું. આજના પ્રસંગે અલગ-અલગ સંસ્થાઓ, વ્યક્તિ અને કર્મચારી દ્વારા પર્યાવરણ સંવર્ધન પેટે નિસ્વાર્થ ભાવના અને સમર્પણ માટે ૨૦ જેટલા ગ્રીન કમાન્ડો, 06 શ્રેષ્ઠ ગાર્ડન માળી અને 08 કર્મચારીઓને સન્માન પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0