Vadodara News : બેફામ ડ્રાઇવિંગ કે ટ્રાફિકની બેદરકારી? 24 કલાકમાં 14 અકસ્માતથી રાહદારીઓમાં ભય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન રસ્તાઓ પર અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. સંસ્કારી નગરીના વિવિધ વિસ્તારોમાં એક પછી એક એમ કુલ 14 જેટલા માર્ગ અકસ્માતના બનાવો બનતાં શહેરભરમાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, વાહનોની અનિયંત્રિત સ્પીડ અને રસ્તાની સ્થિતિના કારણે આ અકસ્માતોની હારમાળા સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
9 વાહનો વચ્ચે સામસામે ટક્કર અને 5 વાહનો સ્લીપ થયા
બનાવની વિગતો મુજબ, નોંધાયેલા કુલ 14 અકસ્માતો પૈકી 9 બનાવોમાં વાહનો વચ્ચે સામસામે કે પાછળથી જોરદાર ટક્કર થઈ હતી. જ્યારે 5 બનાવોમાં અનિયંત્રિત ગતિ અથવા અચાનક બ્રેક મારવાના કારણે વાહનો સ્લીપ થઈને માર્ગ પર પછડાયા હતા. આ તમામ અકસ્માતોની શ્રેણીમાં એક નિર્દોષ રાહદારી કાળનો કોળિયો બન્યો હતો. રસ્તો ઓળંગી રહેલા રાહદારીને વાહને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
વાહનચાલકોની બેદરકારી સામે તંત્રની લાલ આંખ
માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં 14 અકસ્માતો અને 1 જીવ જવાની ઘટનાથી શહેરના ટ્રાફિક પોલીસ તંત્ર પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકો દ્વારા મુખ્ય માર્ગો અને અકસ્માત સંભવિત ઝોનમાં ટ્રાફિક પોલીસનું કડક ચેકિંગ યોજવા અને ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે આકરા પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે. પોલીસે તમામ ઘટનાઓ અંગે કાયદેસરની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabad News : પબ્લિસિટી માટે લોકોના જીવ સાથે ખીલવાડ! જગતપુર રોડ પર કાર સ્ટંટબાજી સામે લોકોમાં ભારે રોષ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

