Vadodara News : બરોડા ડેરી પર ભાજપની સંપૂર્ણ બહુમતી, તમામ 13 બેઠકો પર ભાજપનો વિજય

Mar 18, 2026 - 18:30
Vadodara News : બરોડા ડેરી પર ભાજપની સંપૂર્ણ બહુમતી, તમામ 13 બેઠકો પર ભાજપનો વિજય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી વડોદરાની બરોડા ડેરી (વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ)ની ચૂંટણીમાં ભાજપે વિજયપતાકા લહેરાવી છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ચારેય મહત્વની બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો વિજેતા જાહેર થતા બરોડા ડેરી પર હવે ભાજપની સંપૂર્ણ બહુમતી સાથેની સત્તા સ્થાપિત થઈ છે.

પરિણામોની વિગત

બરોડા ડેરીની કુલ 13 બેઠકોમાંથી 9 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી. બાકી રહેલી 4 બેઠકો પર યોજાયેલા રસાકસીભર્યા જંગમાં ભાજપના તમામ ઉમેદવારોએ જીત મેળવી છે.જેમાં પોર બેઠક ઉપર પાર્થિવ પટેલનો વિજય થયો છે તો ડેસર બેઠક ઉપર સુરપાલસિંહ પરમારનો વિજય થયો છે અને ડભોઈ બેઠક ઉપર દીક્ષિત પટેલનો વિજય થયો છે તો પાવીજેતપુર બેઠક ઉપર રણજિત રાઠવાનો વિજય થયો છે.

પશુપાલકોના હિત માટે ડેરીના બોર્ડમાં ટેબલ પછાડીશ

જીત બાદ ડેસર બેઠકના વિજેતા સુરપાલસિંહ પરમારે આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે, "હું પશુપાલકોના હિત માટે ડેરીના બોર્ડમાં ટેબલ પછાડીશ અને બંધ પડેલી 14 દૂધ મંડળીઓને ફરીથી શરૂ કરાવીશ." સરકારી મશીનરીનો મોટા પાયે દુરુપયોગ

બીજી તરફ, પરાજિતકુલદીપસિંહે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી જીતવા માટે સરકારી મશીનરીનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો છે. સહકારી ક્ષેત્રે ભાજપનો દબદબો

બરોડા ડેરીની તમામ 13 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો છે. 


આ પણ વાંચો---      Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0