Vadodara News : ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી કરાઈ શરૂ, સ્પેશિયલ ટીમ લાગી કામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર બહાર કાઢવા તજવીજ શરૂ કરાઈ છે, 23 દિવસ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે, ટેન્કર બહાર કાઢવાની જવાબદારી આણંદ કલેક્ટર પાસે હોવાની પ્રાથમિક માહિતી સામે આી છે, ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ છે, સુરક્ષા સેફટીના સાધનો સાથે ટીમ ટેન્કર સુધી પહોંચી છે.
આણંદ જિલ્લા કલેક્ટરને કામગીરી સોંપી હતી ટેન્કર ઉતારવાની
ટેન્કર ઉતારવાની કામગીરી પોરબંદરની એક ખાનગી કંપનીને સોંપવામાં આવી છે, બલૂન ટેકનોલોજીની મદદથી આ ટેન્કરને ઉતારવામાં આવશે તેવી વાત સામે આવી છે, ક્રેઈનની મદદ લેવામાં આવશે નહી તેવી વાત સામે આવી છે, ટેન્કર ઉતારવાને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો, આણંદ કલેકટર અને વડોદરા કલેકટર એક બીજાને ખો આપી રહ્યા હતા, છેવટે આણંદ કલેકટરે આ ટેન્કરને ઉતારવાની જવાબદારી લીધી હતી.
લોકો ગંભીરા બ્રિજ પર ના જાય તે માટે હંગામી ધોરણે દિવાલ બનાવાઈ
ગંભીરા બ્રિજના છેડે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરતાં દિવાલ બનાવી દેતા અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું હતું કે, આ દિવાલ બનાવવા માટે સૂચના અપાઈ હતી. લોકો બ્રિજ પર ના જાય તે માટે હંગામી ધોરણે દિવાલ બનાવાઈ છે. વાહનો બહાર કાઢવાના હશે ત્યારે આ દિવાલ તોડી પાડવામાં આવશે. આ ઘટનામાં સાતમા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે. વિક્રમ પઢીયાર નામનો યુવાન હજુ લાપતા છે. નદીમાં અને નદીની આસપાસ તેની શોધખોળ ચાલી રહી છે. નદીમાંથી વાહનોના કાટમાળને દૂર કરાયો છે.
What's Your Reaction?






