Vadodara News : કરજણમાં અનોખી વિરોધ પ્રદર્શન, બિસ્માર રસ્તાનું પહેલાં બેસણું યોજાયું અને હવે યોજાઈ વરસી!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કરજણ પંથકમાંથી પસાર થતો નારેશ્વર-પાલેજ રોડ હાલ અત્યંત દયનીય અને જીવલેણ સ્થિતિમાં પહોંચી ગયો છે. આ રોડ ઉપર ખાડા નહીં પરંતુ જાણે મોટી ખીણોનું નિર્માણ થઈ ગયું હોય તેવી હાલાકી સર્જાઈ છે. અગાઉ તંત્રને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવા માટે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ રોડનું 'બેસણું' યોજીને અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. છતાં પણ જવાબદાર અધિકારીઓ અને વહીવટી તંત્રના પેટનું પાણી ન હલતા, આખરે નાગરિકોએ ગાંધીચિંધ્યા માર્ગે વધુ એક વિશિષ્ટ વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો.
રેતીના ભારે વાહનોનો ત્રાસ અને અનેક ગામોના વાહનચાલકો મુશ્કેલીમાં
આ માર્ગ ઉપરથી મોટા પ્રમાણમાં પસાર થતી રેતીની ઓવરલોડ ગાડીઓના કારણે સારો ભલે રોડ હોય તે પણ થોડા દિવસોમાં ખતમ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે આ માર્ગ પર આવેલા પાછીયાપુરા, સારિંગ, ઓજ, દેલવાડા અને માટ્રોજ સહિતના ગ્રામજનો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ અને જોખમી બની ગઈ છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને બીમાર દર્દીઓને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે આ ખાડાઓના કારણે લોકોના હાડકાં ખોખરા થઈ જાય તેવી વરવી વાસ્તવિકતા સામે આવી છે.
1 મહિનાના વિરોધ છતાં તંત્ર મૂકપ્રેક્ષક
તંત્ર દ્વારા અગાઉના વિરોધ કાર્યક્રમના એક માસ જેટલો લાંબો સમય વીતી જવા છતાં રોડના રિપેરીંગ કે નવનિર્માણ બાબતે કોઈ જ સંતોષકારક પગલાં ભરવામાં આવ્યા નથી. જેના કારણે રોષે ભરાયેલા ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના પાછીયાપુરા ગામ ખાતે એકત્ર થઈને આ બિસ્માર રોડની 'વર્ષિ' (શ્રદ્ધાંજલી/શોક સભા જેવો કાર્યક્રમ) યોજીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રકારના હાસ્યાસ્પદ અને તીખા વિરોધ પ્રદર્શનથી સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને વહેલી તકે રોડ નહીં બને તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : Surat News : જાહેરમાં દાદાગીરી કરનારા કાયદાના દંડા સામે ઝૂક્યા! પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ બે હાથ જોડ્યા...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

