Vadodara Diwali: મંજૂરી વગર ફટાકડા વેચતા 9થી વધુ વેપારીઓ સામે કાર્યવાહી!

હાલ દેશભરમાં દિપાવલી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે દિવાળી ટાણે ફટાકડા વેચવાને સારો સીઝનલ ધંધો માનવામાં આવે છે. તેવામાં કમાઇ લેવા માટે લોકો જરૂરી મંજુરીની પણ પરવાહ કર્યા વગર સ્ટોલ શરૂ કરી દેતા ખચકાતા નથી. આવા તત્વે સામે હવે વડોદરા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વિતેલા 24 કલાકમાં પોલીસે મંજુરી વગર ફટાકડા વેચતા 9 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે મંજુરી વગર ધંધો કરતા વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.દિવાળી નવા વર્ષના તહેવારો નિમિત્તે શહેરભરમાં નાના-મોટા ફટાકડાના ગેરકાયદે સ્ટોલ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. આવા 100 જેટલા ફટાકડાના સ્ટોલ ધારકોને પાલિકા તંત્ર દ્વારા ચેતવણી આપીને તાત્કાલિક ધોરણે સ્ટોલ હટાવી લેવા જણાવાયું છે. જો આ અંગે જરૂરી કોઈ કાર્યવાહી નહીં થાય તો ગમે ત્યારે આવા સ્ટોલ દબાણ શાખા દ્વારા હટાવી લેવામાં આવશે. દિવાળી ટાણે વડોદરામાં ગેરકાયદે ફટાકડા વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંજૂરી વગર ફટાકડા વેચતા 9 દુકાનદારો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં છાણી, કારેલીબાગ વિસ્તાર,  તુલસીવાડી, કડક બજાર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જાહેરનામા ભંગનો પોલીસે ગુનો દાખલ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચારે બાજુએ મંજૂરી વિના ફટાકડાના ગેરકાયદે સ્ટોલ લાગી ગયા છે. નજીવી બેદરકારીમાં સ્ટોલ નજીક આગનો નજીવો તણખો ફટાકડાના લાગેલા સ્ટોલ પર પડે તો મોટી દુર્ઘટના કે જાનહાની થવાની પણ શક્યતા રહેલી છે. આમ છતાં પણ શહેર પોલીસ તંત્ર દ્વારા માત્ર આંગળીના વેઢે ગણાય એવા સ્ટોલ ધારકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરભરમાં ફટાકડાના ગેરકાયદે સ્ટોલ તમામ વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.

Vadodara Diwali: મંજૂરી વગર ફટાકડા વેચતા 9થી વધુ વેપારીઓ સામે કાર્યવાહી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ દેશભરમાં દિપાવલી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે દિવાળી ટાણે ફટાકડા વેચવાને સારો સીઝનલ ધંધો માનવામાં આવે છે. તેવામાં કમાઇ લેવા માટે લોકો જરૂરી મંજુરીની પણ પરવાહ કર્યા વગર સ્ટોલ શરૂ કરી દેતા ખચકાતા નથી. આવા તત્વે સામે હવે વડોદરા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. વિતેલા 24 કલાકમાં પોલીસે મંજુરી વગર ફટાકડા વેચતા 9 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે મંજુરી વગર ધંધો કરતા વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

દિવાળી નવા વર્ષના તહેવારો નિમિત્તે શહેરભરમાં નાના-મોટા ફટાકડાના ગેરકાયદે સ્ટોલ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. આવા 100 જેટલા ફટાકડાના સ્ટોલ ધારકોને પાલિકા તંત્ર દ્વારા ચેતવણી આપીને તાત્કાલિક ધોરણે સ્ટોલ હટાવી લેવા જણાવાયું છે. જો આ અંગે જરૂરી કોઈ કાર્યવાહી નહીં થાય તો ગમે ત્યારે આવા સ્ટોલ દબાણ શાખા દ્વારા હટાવી લેવામાં આવશે. દિવાળી ટાણે વડોદરામાં ગેરકાયદે ફટાકડા વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંજૂરી વગર ફટાકડા વેચતા 9 દુકાનદારો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં છાણી, કારેલીબાગ વિસ્તાર,  તુલસીવાડી, કડક બજાર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જાહેરનામા ભંગનો પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચારે બાજુએ મંજૂરી વિના ફટાકડાના ગેરકાયદે સ્ટોલ લાગી ગયા છે. નજીવી બેદરકારીમાં સ્ટોલ નજીક આગનો નજીવો તણખો ફટાકડાના લાગેલા સ્ટોલ પર પડે તો મોટી દુર્ઘટના કે જાનહાની થવાની પણ શક્યતા રહેલી છે. આમ છતાં પણ શહેર પોલીસ તંત્ર દ્વારા માત્ર આંગળીના વેઢે ગણાય એવા સ્ટોલ ધારકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરભરમાં ફટાકડાના ગેરકાયદે સ્ટોલ તમામ વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.