Amreliના સાવરકુંડલામાં દિવાળીના દિવસે જામ્યો ઈંગોરીયા અને કોકડાની રમતનો જંગ, Special Story

સાવરકુંડલામા દિવાળીના દિવસે જામે છે ઈંગોરીયા અને કોકડાની લડાઈ.આ કોઈ બે દેશ વચ્ચેનુ યુધ્ધ નથી અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે તે અસલી બારુદ નથી પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે.સાવરકુંડલામાં દુનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકતા રહે છે. 70 વર્ષથી જામે છે માહોલ સાવરકુંડલામાં લગભગ 70 વર્ષથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે.સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય.આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકે છે.આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ.હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે.આ રમત જોવા લોકો અમદાવાદ,મુંબઈ,કલકત્તા, રાજકોટ જેવા મોટા સીટીમાંથી આવે છે.આ એક નિર્દોષ રમત છે. ચાર દાયકાથી રમાય છે રમત ઈંગોરીયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે.પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે.સાવરકુંડલાના યુવાનો ઈંગોરીયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે.આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી.આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં,રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે.સાવરકુંડલા ની બહાર રહેતા લોકો પણ ઈંગોરીયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે. કોઈ જાનહાનીના સમાચાર નહી ઈંગોરિયા અને કોકડાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપુર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખુણે સ્થાઈ થયો હોઈ પરંતુદિવાળીના દિવસે તે અચુક સાવરકુંડલામાં આ રમત રમવા આવે છે.

Amreliના સાવરકુંડલામાં દિવાળીના દિવસે જામ્યો ઈંગોરીયા અને કોકડાની રમતનો જંગ, Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવરકુંડલામા દિવાળીના દિવસે જામે છે ઈંગોરીયા અને કોકડાની લડાઈ.આ કોઈ બે દેશ વચ્ચેનુ યુધ્ધ નથી અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે તે અસલી બારુદ નથી પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે.સાવરકુંડલામાં દુનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકતા રહે છે.

70 વર્ષથી જામે છે માહોલ

સાવરકુંડલામાં લગભગ 70 વર્ષથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે.સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય.આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકે છે.આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ.હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે.આ રમત જોવા લોકો અમદાવાદ,મુંબઈ,કલકત્તા, રાજકોટ જેવા મોટા સીટીમાંથી આવે છે.આ એક નિર્દોષ રમત છે.


ચાર દાયકાથી રમાય છે રમત

ઈંગોરીયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે.પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે.સાવરકુંડલાના યુવાનો ઈંગોરીયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે.આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી.આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં,રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે.સાવરકુંડલા ની બહાર રહેતા લોકો પણ ઈંગોરીયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે.

કોઈ જાનહાનીના સમાચાર નહી

ઈંગોરિયા અને કોકડાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપુર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખુણે સ્થાઈ થયો હોઈ પરંતુદિવાળીના દિવસે તે અચુક સાવરકુંડલામાં આ રમત રમવા આવે છે.