Vadodara: સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લૉક નહીં નખાતા ભ્રષ્ટાચારના આક્ષેપ

Aug 26, 2026 - 03:30
Vadodara: સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લૉક નહીં નખાતા ભ્રષ્ટાચારના આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવલી તાલુકાના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરી માટે ડિસેમ્બર માસમાં ઠરાવ કરીને નાણાપંચની ગ્રાન્ટ ફાળવવા છતાં કામગીરી ન કરાયાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા પંચાયત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને કાદવ કીચડવાળા રોડનો વિડીયો વાઇરલ કર્યો છે.

સાવલીના વાંકાનેર ગામે જાગૃત નાગરિક સલીમ દિવાને સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવીને સનસનાટી ફેલાવી દીધી છે. પેવર બ્લોક માટે ડિસેમ્બર માસમાં ઠરાવ કરી રૂા.2 લાખની ગ્રાન્ટ ફળવાઈ હોવાનો દાવો કરાયો છે. જે બાદ 7 મહિના સુધી કામ શરૂ ન થયું હોવાનો આક્ષેપ કરાવ્યો છે. તેના પગલે ગ્રામજનોને કાદવ ઉલેચવાનો વારો આવ્યો છે. સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાના સ્થાનિક દ્વારા આક્ષેપ કરાયો છે. રાણા અબ્બાસના ઘર પાછળ પેવર બ્લોકના કામ માટે સર્વાનુમતે ઠરાવ કરીને 15માં નાણાં પંચની રકમની ફાળવણી આશરે 7 માસ અગાઉ કરાઇ હતી. પરંતુ હાલ પણ રસ્તાની હાલત બિસ્માર છે. ગ્રામજનો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે

જાગૃત નાગરિકના આક્ષેપ મુજબ પેવર બ્લોકનું કામ કાગળ પર છે કે હકીકત શું છે તે બાબતે ટીડીઓને તપાસ કરી ને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે અને પંચાયતના ઠરાવની નકલ અને ગામના કથિત રસ્તા નો કાદવ કીચડવાળો વીડિયો વાઇરલ કર્યો છે. સાથે મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ આઈ શેખને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને આ બાબતનો વીડિયો ધ્યાને આવ્યો છે.

પંચાયત પાસેથી સમગ્ર મામલે અહેવાલ માંગશે. અને જો કોઈ ક્ષતિ કે કસૂરવાર જણાશે તો સખતમાં સખત પગલા ભરવામાં આવશે. જ્યારે મહિલા સરપંચના પતિ વહીવટ કરવા બાબતે તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓ સાબિતી રજૂ કરશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0