Vadodara: સાવલીના પોઈચા કનોડા ગામે CM ભૂપેન્દ્ર પટેલે 'વિયર'નું કર્યુ ખાતમુહૂર્ત
વડોદરાના સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે મહી નદીમાં 429.76 કરોડના ખર્ચે બનનારા વિશાળ વિયરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુર્હુત કર્યું છે. આ વિયરથી સાવલીના 34 ગામોને સિંચાઈનો લાભ મળશે અને 490થી વધુ કુવા રિચાર્જ થશે.77,000 જેટલી વસ્તીને પીવાના પાણી અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ સાવલીની 77,000 જેટલી વસ્તીને પીવાના પાણી અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ 15 કિલોમીટર સુધી પાણી ભરાશે અને નદીની બંને બાજુ 4 કિલોમીટર સુધી ભૂગર્ભ જળનું સિંચન થશે. આ વિયરથી 90 લાખ ચોરસ મીટરમાં જળ સરોવર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન તેમજ કૃષિ અને ઔદ્યોગિક એકમોને ફાયદો પહોંચશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળીયા, વડોદરાના સાંસદ અને ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજથી ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ આજથી ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કમલમ ખાતે સક્રિય સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં દોઢ લાખથી વધુ સક્રિય સભ્ય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. નવેમ્બર મહિનાના અંત સુધી અભિયાન ચાલશે. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી, પૂર્વ મંત્રી પરબત પટેલ હાજર રહ્યા હતા.સદસ્યતા અભિયાન વિવાદ મામલે કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂતે આપ્યું આ નિવેદન બીજી તરફ રાજકોટમાં ભાજપ સદસ્યતા અભિયાનના વિવાદ મુદ્દે કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂતે નિવેદન આપ્યું હતું કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી લોકો ત્રાસી ગયા છે અને મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે તથા કોઈ સદસ્ય બનવા તૈયાર નથી પણ ભાજપના નેતાઓ પરાણે સદસ્ય બનાવે છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આપ્યું આ નિવેદન તમને જણાવી દઈએ કે દર્દીઓને ભાજપના સદસ્ય બનાવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપતા કહ્યું કે આ પ્રકારે ઉત્સાહ જરૂરી નથી, કાર્યકર કોઈ પણ શહેરનો હોય મર્યાદા જાળવવી જોઈએ.રાજકોટ શહેર ભાજપના કાર્યકરે મર્યાદાઓ જાળવીને કામ કર્યું છે. આ બાબતે અમે સ્પષ્ટ છીએ, આવું થવું ન જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે મહી નદીમાં 429.76 કરોડના ખર્ચે બનનારા વિશાળ વિયરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુર્હુત કર્યું છે. આ વિયરથી સાવલીના 34 ગામોને સિંચાઈનો લાભ મળશે અને 490થી વધુ કુવા રિચાર્જ થશે.
77,000 જેટલી વસ્તીને પીવાના પાણી અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે
તેમજ સાવલીની 77,000 જેટલી વસ્તીને પીવાના પાણી અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ 15 કિલોમીટર સુધી પાણી ભરાશે અને નદીની બંને બાજુ 4 કિલોમીટર સુધી ભૂગર્ભ જળનું સિંચન થશે. આ વિયરથી 90 લાખ ચોરસ મીટરમાં જળ સરોવર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન તેમજ કૃષિ અને ઔદ્યોગિક એકમોને ફાયદો પહોંચશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળીયા, વડોદરાના સાંસદ અને ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આજથી ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ
આજથી ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કમલમ ખાતે સક્રિય સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં દોઢ લાખથી વધુ સક્રિય સભ્ય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. નવેમ્બર મહિનાના અંત સુધી અભિયાન ચાલશે. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી, પૂર્વ મંત્રી પરબત પટેલ હાજર રહ્યા હતા.
સદસ્યતા અભિયાન વિવાદ મામલે કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂતે આપ્યું આ નિવેદન
બીજી તરફ રાજકોટમાં ભાજપ સદસ્યતા અભિયાનના વિવાદ મુદ્દે કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂતે નિવેદન આપ્યું હતું કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી લોકો ત્રાસી ગયા છે અને મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે તથા કોઈ સદસ્ય બનવા તૈયાર નથી પણ ભાજપના નેતાઓ પરાણે સદસ્ય બનાવે છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આપ્યું આ નિવેદન
તમને જણાવી દઈએ કે દર્દીઓને ભાજપના સદસ્ય બનાવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપતા કહ્યું કે આ પ્રકારે ઉત્સાહ જરૂરી નથી, કાર્યકર કોઈ પણ શહેરનો હોય મર્યાદા જાળવવી જોઈએ.રાજકોટ શહેર ભાજપના કાર્યકરે મર્યાદાઓ જાળવીને કામ કર્યું છે. આ બાબતે અમે સ્પષ્ટ છીએ, આવું થવું ન જોઈએ.