Vadodara: શિનોર નગર સહિત તાલુકામાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી ઉજવાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શિનોર : શિનોર પંથકમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનની ઉજવણી કરાઇ હતી. રાત્રે બરાબર 12 વાગે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના જયઘોષ સાથે દરેક મંદિરો ગુંજી ઉઠયા હતા. ભૂલકાઓએ શ્રીકૃષ્ણના વેશમાં મટકી ફોડવાનો આનંદ માણ્યો હતો. શિનોર બસ સ્ટેન્ડ પાસે રણછોડજી મંદિર , સ્વામિનારાયણ મંદિર, જલારામ મંદિર રામજીમંદિર, બુશાફ્ળિયાના ભગતના રણછોડજી મંદિર, વિઠ્ઠલજી મંદિર, અંબાજીમંદિર, લક્ષ્મીનારાયણ મંદિર સહિત ભક્તો દ્વારા ઘરોમાં પણ શ્રીકૃષ્ણને પારણાંમાં બેસાડી ફૂલ, ફુગ્ગા સાથે હેપી બર્થડેના બેનરો મારી સુશોભિત કર્યાં હતા. રાત્રે 12 વાગે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

