Vadodara શહેરમાં 100 કરોડના ખર્ચે નવું નર્મદા ભુવન બનશે, બે જર્જરિત ઐતિહાસિક બિલ્ડિંગને તોડી પડાશે

Aug 9, 2025 - 13:00
Vadodara શહેરમાં 100 કરોડના ખર્ચે નવું નર્મદા ભુવન બનશે, બે જર્જરિત ઐતિહાસિક બિલ્ડિંગને તોડી પડાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ R&B વિભાગ જાગ્યું છે. વડોદરામાં 40 જેટલી ઇમારતો ચકાસવામાં આવી છે. જ્યારે 2 જર્જરીત ઐતિહાસિક ઈમારતો તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાંથી કુબેર ભુવન અને નર્મદા ભવનનું રેટ્રો ફિટિંગ કરવામાં આવશે. આ બંને ભવનમાં આવેલી ઓફિસોને 20 દિવસમાં ખાલી કરવા માટે PWD વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. આટલી બધી ઓફિસો ક્યાં લઇ જવી તે પણ તંત્ર માટે સમસ્યા ઉભી કરશે વડોદરા શહેરમાં 8 માળના નર્મદા ભવનને રૂપિયા 100 કરોડના ખર્ચે નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરામાં 40 જેટલી ઇમારતો ચકાસવામાં આવી

ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ રાજ્યમાં વર્ષો જૂના સરકારી બાંધકામોએ સરકારની ચિંતા વધારી છે. ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બીજીના થાય તે માટે સરકારી બાંધકામોને ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે સરકારી બાંધકામનું ચેકિંગ કરવમાં આવી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય છે. બે ઈમારતો જર્જરીત જણાતા તેમનો રિપોર્ટ તૈયાર કરી સરકાર પાસે તોડી પાડવાની મંજૂરી માંગવામાં આવી છે.

કુબેર ભુવન અને નર્મદા ભવનનું રેટ્રો ફિટિંગ કરવામાં આવશે

પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ R&B વિભાગ સજાગ થયું છે. કુબેર ભુવન અને નર્મદા ભવનનું રેટ્રો ફિટિંગ કરવામાં આવશે. આર. એન્ડ. બી વિભાગ દ્વારા તપાસ બાદ નિર્ણય લેવાયો છે. કોઠી કચેરી ની બે જર્જરીત ઇમારત તોડી પાડવા સરકાર પાસે મંજૂરી મંગાઈ છે. નર્મદા ભુવન અને કુબેર ભુવનમાં 90 જેટલી સરકારી કચેરી આવેલી છે. દૈનિક 1500 થી વધુ લોકો અહીં કામ અર્થે આવે છે. બંને સરકારી ઇમારતોની કચેરી અન્યત્ર ખસેડવા R&B એ નોટિસ આપી છે. 7 કરોડના ખર્ચે ઇમારતોને ભૂકંપ પ્રુફ બનાવવામાં આવશે. 100 કરોડ ના ખર્ચે નર્મદા ભવન બનાવામાં આવશે. 6 થી 9 મહિના સુધી ઇમારતોનું સમારકામ ચાલશે. આટલી બધી ઓફિસો ક્યાં લઇ જવી તે પણ તંત્ર માટે સમસ્યા ઉભી કરશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0