Vadodara: વાઘોડિયા રોડ પર અજાણ્યા વાહનની યુવતીને ટક્કર, હિટ એન્ડ રનની ઘટનામાં વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા નિમેટા રોડ પર આજે એક હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુનીતનગર પાસે પોતાના ટુ-વ્હીલર પર જઈ રહેલી એક યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
વાઘોડિયાના નિમેટા રોડ પર હિટ એન્ડ રન
પ્રાથમિક વિગતો મુજબ, યુવતી તેના EV બાઈક પર પસાર થઈ રહી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવતીને શરીરના વિવિધ ભાગોએ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. યુવતી વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકોના લોકટોળા જામ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.
વિદ્યાર્થીનીને ટક્કર મારી વાહનચાલક પલાયન
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બીજી તરફ, વાઘોડિયા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને વાહનચાલકને પકડવા માટેના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: Surat: તાપી નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, 38 કલાકની શોધખોળ બાદ ધોરણ-10ના વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

