Vadodara: ખટમબા ગામના તળાવમાં કાર ખાબકતા વિદેશી વિદ્યાર્થીઓ ડૂબ્યાની આશંકા
ફાયરની ટીમ, NDRF દ્વારા શોધખોળ હાથ ધરાઈ પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી ગ્રામજનો દ્વારા વિદેશી વિદ્યાર્થી હોવાની આશંકા વડોદરા જિલ્લાના વરનામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ખટમબા ગામના તળાવમાં કાર સાથે વાહન ચાલક અને વિદેશી વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાના ગામડાઓમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વડોદરા જિલ્લાના ખટમબા ગામમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા જતા હોય છે. જેથી ગ્રામજનોએ વિદેશી વિદ્યાર્થીઓ તળાવમાં ગાડી સાથે ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેથી વરના પોલીસ દ્વારા કાર, ડ્રાઈવર અને વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વડોદરા ફાયર બ્રિગેડ તેમજ NDRF દ્વારા હાલ તળાવમાં કાર તેમજ કાર ચાલકની શોધ ખોળ કરવામાં આવી રહી છે. વરનામાં પોલીસ પણ તળાવ કિનારે પહોંચી તપાસ ચલાવી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓ કાર સાથે તળાવમાં ડૂબ્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ગામની આજુ બાજુ રહી અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ ગાયબ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અકસ્માત શહેર નજીકની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ રવિવારે મળસ્કે ખટંબા ગામ પાસેથી પસાર થતા હતા. દરમિયાન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર તારની ફેન્સીંગ તોડી તળાવમાં ખાબકી હતી. જે બાદ ચારેય વિદ્યાર્થીઓ લાપતા થયા છે. આ ઘટનાને પગલે વરણામા પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. નવ કલાક બાદ પણ વિદ્યાર્થીઓનો પત્તો લાગ્યો નથી તળાવમાં ડૂબેલી કારને બહાર કાઢવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ફાયરની ટીમ, NDRF દ્વારા શોધખોળ હાથ ધરાઈ
- પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી
- ગ્રામજનો દ્વારા વિદેશી વિદ્યાર્થી હોવાની આશંકા
વડોદરા જિલ્લાના વરનામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ખટમબા ગામના તળાવમાં કાર સાથે વાહન ચાલક અને વિદેશી વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરાના ગામડાઓમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
વડોદરા જિલ્લાના ખટમબા ગામમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા જતા હોય છે. જેથી ગ્રામજનોએ વિદેશી વિદ્યાર્થીઓ તળાવમાં ગાડી સાથે ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેથી વરના પોલીસ દ્વારા કાર, ડ્રાઈવર અને વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વડોદરા ફાયર બ્રિગેડ તેમજ NDRF દ્વારા હાલ તળાવમાં કાર તેમજ કાર ચાલકની શોધ ખોળ કરવામાં આવી રહી છે. વરનામાં પોલીસ પણ તળાવ કિનારે પહોંચી તપાસ ચલાવી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓ કાર સાથે તળાવમાં ડૂબ્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ગામની આજુ બાજુ રહી અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ ગાયબ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અકસ્માત
શહેર નજીકની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ રવિવારે મળસ્કે ખટંબા ગામ પાસેથી પસાર થતા હતા. દરમિયાન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર તારની ફેન્સીંગ તોડી તળાવમાં ખાબકી હતી. જે બાદ ચારેય વિદ્યાર્થીઓ લાપતા થયા છે. આ ઘટનાને પગલે વરણામા પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. નવ કલાક બાદ પણ વિદ્યાર્થીઓનો પત્તો લાગ્યો નથી તળાવમાં ડૂબેલી કારને બહાર કાઢવામાં આવી છે.