Vadodara કોર્પોરેશનનું વર્ષ 2025-26નું સામાન્ય સભામાં રજૂ બજેટ, 3 દિવસ ચાલશે ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા કોર્પોરેશનનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરાયું. આજે સ્થાયી સમિતિના અધ્યક્ષે સામાન્ય સભામાં મેયરને બજેટ સુપરત કર્યું. ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ કાઉન્સિલર અલ્પેશ લીંબાચીયાએ બજેટ પૂર્વે શિવજી કી સવારીના પેમેન્ટનું કામ મુલતવી રાખવાને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. દરમિયાન અલ્પેશ લીમ્બાચીયા અને ભાજપના કાઉન્સિલર વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી. અલ્પેશ લીંબાચીયાની પ્રથમ રજૂઆત કરવાની જીદ છોડવા સમજાવતા મામલો થાળે પડયો. મામલો થાળે પડ્યા બાદ અંતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મેયરને બજેટ સુપરત કર્યું.
VMCના બજેટ પર 3 દિવસ ચર્ચા
સ્ટેન્ડિંગ સમિતિએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)નું 6,219.81 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. જેના બાદ આજે તારીખ 17ના રોજ સમિતિએ મંજૂર કરેલ બજેટને સામાન્ય સભામાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું. સામાન્ય સભામાં કોર્પોરેશનના (VMC) બજેટ પર 11 વાગ્યે ચર્ચા શરૂ થઈ ગઈ છે. VMCના બજેટ પર સામાન્ય સભામાં ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે. તેના બાદ એક્ટ મુજબ તારીખ 19ના રોજ બજેટ પર અંતિમ મહોર લગાવવામાં આવશે. બજેટને લઈને 3 દિવસ ચાલતી ચર્ચામાં વિપક્ષની દરખાસ્તો ઉપર પણ ચર્ચા કરવામા આવશે.
કોર્પોરેશનનું 6,219.81 કરોડનું બજેટ
કોર્પોરેશનના વર્ષ 2025-26ને બજેટને લઈને સ્ટેન્ડિંગ સમિતિમાં લાંબી ચર્ચા વિચારણા કરાઈ હતી. આ બજેટને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા 443 જેટલી દરખાસ્ત અને સૂચનો રજૂ કરાયા હતા. વિપક્ષની દરખાસ્ત બાદ કોર્પોરેશનના 6,219.81 કરોડને સ્ટેન્ડીંગ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આજે સામાન્ય સભામાં કોર્પોરેશનનું બજેટ અંતિમ મંજૂરી માટે રજૂ થઈ રહ્યું છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ પણ મંજૂરી માટે રજૂ કરાશે.
શિવજી કી સવારી મુદ્દે સામાન્ય સભામાં મામલો ગરમાયો
નોંઘનીય છે કે સામાન્ય સમિતિમાં બજેટ રજૂઆત થાય તે સભામાં ઉગ્ર માહોલ જોવા મળ્યો. સ્થાયી સમિતિએ ગત બેઠકમાં શિવજી કી સવારીને લઈને ખર્ચને મંજૂરી ના આપતા આજની સભામાં તેને મંજૂર કરવા રજૂઆત કરાઈ હતી. પરંતુ સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાએ બજેટ રજૂ થયા બાદ આ મુદ્દે રજૂઆત કરવાનું જણાવ્યું. મહત્વનું છે કે વડોદરા શહેરમાં વર્ષ 2023થી શિવજી કે સવારી નીકળે છે અને તેનો ખર્ચ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરાય છે. પરંતુ આ વર્ષે સરકાર તરફથી ગ્રાન્ટ ના અપાતા સભાની શરૂઆત સાથે ગ્રાન્ટની મંજૂરી મેળવવા રજૂઆત કરવામાં આવી. આજથી શરૂ થયેલ સામાન્ય સભામાં કોર્પોરેશનના બજેટને લઈને સતત ત્રણ દિવસ ચર્ચા થશે તેના બાદ અંતિમ મંજૂરી મળશે.
What's Your Reaction?






