Vadodara: ઇન્ટરનેશનલ પેરા ટાઈક્વાન્ડો વિશે દિવ્યાંગ ખેલાડીઓમાં જાગૃતિનો અભાવ
MSUની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનીયરીંગ ખાતે આજથી દિવ્યાંગો માટેની સૌથી મોટી ઈવેન્ટ પ્રેરણા : ધ ઈમેન્સિપેશનનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે આજે ડીએ સ્પોર્ટ્સ્ અંતર્ગત દિવ્યાંગો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. જેમાં છત્તીસગઢની ટીમ દ્વાર સૌપ્રથમવાર પ્રેરણના દિવ્યાંગોને પેરા ટાઈક્વાન્ડો વિશે માહિતિ આપવામાં આવી હતી.જે વિશે છત્તીસગઢ પેરા ટાઈક્વાન્ડો ટીમના કોચ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, પેરા ટાઈક્વાન્ડો એક પ્રકારનું માર્શલ આર્ટ છે. જે પેરાઓલિમ્પિકમાં રમાય છે. જેમાં દિવ્યાંગો અને નોર્મલ લોકો માટેના લગભગ નિયમો સરખા જ હોય છે. અમારી ટીમમાં 10થી 15 લોકો જોડાયેલાં છે. છત્તીસગઢમાં શાળામાં જ બાળકોને યોગા અને ટાઈક્વાન્ડોની તાલીમ અપાય છે. ગુજરાતમાં પણ આ વિશે જાગૃતતા આવે તે ખૂબ જ જરુરી છે. અમે અહીં પ્રથમવાર આવ્યાં છે અને અમારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. આવતાં વર્ષે પણ અમે અહીં આવવા માટે ઉત્સુક છીએ. તે સાથે જ પેરા સિટીંગ વોલીબોલ મેચ પણ યોજાઈ હતી. જેમાં સુરત અને વડોદરાની ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રથમવાર સુરત અને વડોદરાના દિવ્યાંગો વચ્ચે સિટિંગ વોલીબૉલ મેચ યોજાઈ ડી.એ.સ્પોર્ટસ્ અંતર્ગત પ્રથમવાર સુરત અને વડોદરાના દિવ્યાંગો વચ્ચે સિટીંગ વોલિબૉલ મેચ યોજાઈ હતી. જેમાં બે રાઉન્ડમાં બંને ટીમો જીતી હતી. સુરત સિટીંગ વૉલીબોલની ટીમના મિડિયા કો-ઓર્ડિનેટર પરેશ સુતરીયાએ જણાવ્યું હતું કે, અમે પ્રેરણામાં 2006થી દર વર્ષે નવી ગેમ વિશે લોકોને માહિતગાર કરાવીએ છીએ. આ વર્ષે અમે સિટીંગ વૉલીબૉલ ગેમ વિશે લોકોને માહિતગાર કર્યાં છે. જે ખેલ મહાકુંભમાં પણ પ્રથમવાર રમાઈ છે. અમારી ટીમમાં 10 લોકો છે. બીજા રાજ્યોમાં દિવ્યાંગો માટે અલાયદું સ્પોર્ટસ્ કોમ્પલેક્ષ છે. જ્યારે ગુજરાતમાં જ આ સુવિધા નથી. આ વર્ષે પેરાઓલિમ્પિકમાં દિવ્યાંગોએ ભારતને બ્રોન્ઝ મેડલથી લઈને ગોલ્ડ મેડલ અપાવ્યાં છે. ત્યારે તેમને જો વધુ પ્રોત્સાહિત કરાય તો તેઓ હજુ સારું પ્રદર્શન કરી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
MSUની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનીયરીંગ ખાતે આજથી દિવ્યાંગો માટેની સૌથી મોટી ઈવેન્ટ પ્રેરણા : ધ ઈમેન્સિપેશનનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે આજે ડીએ સ્પોર્ટ્સ્ અંતર્ગત દિવ્યાંગો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. જેમાં છત્તીસગઢની ટીમ દ્વાર સૌપ્રથમવાર પ્રેરણના દિવ્યાંગોને પેરા ટાઈક્વાન્ડો વિશે માહિતિ આપવામાં આવી હતી.
જે વિશે છત્તીસગઢ પેરા ટાઈક્વાન્ડો ટીમના કોચ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, પેરા ટાઈક્વાન્ડો એક પ્રકારનું માર્શલ આર્ટ છે. જે પેરાઓલિમ્પિકમાં રમાય છે. જેમાં દિવ્યાંગો અને નોર્મલ લોકો માટેના લગભગ નિયમો સરખા જ હોય છે. અમારી ટીમમાં 10થી 15 લોકો જોડાયેલાં છે. છત્તીસગઢમાં શાળામાં જ બાળકોને યોગા અને ટાઈક્વાન્ડોની તાલીમ અપાય છે. ગુજરાતમાં પણ આ વિશે જાગૃતતા આવે તે ખૂબ જ જરુરી છે. અમે અહીં પ્રથમવાર આવ્યાં છે અને અમારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. આવતાં વર્ષે પણ અમે અહીં આવવા માટે ઉત્સુક છીએ. તે સાથે જ પેરા સિટીંગ વોલીબોલ મેચ પણ યોજાઈ હતી. જેમાં સુરત અને વડોદરાની ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રથમવાર સુરત અને વડોદરાના દિવ્યાંગો વચ્ચે સિટિંગ વોલીબૉલ મેચ યોજાઈ
ડી.એ.સ્પોર્ટસ્ અંતર્ગત પ્રથમવાર સુરત અને વડોદરાના દિવ્યાંગો વચ્ચે સિટીંગ વોલિબૉલ મેચ યોજાઈ હતી.
જેમાં બે રાઉન્ડમાં બંને ટીમો જીતી હતી. સુરત સિટીંગ વૉલીબોલની ટીમના મિડિયા કો-ઓર્ડિનેટર પરેશ સુતરીયાએ જણાવ્યું હતું કે, અમે પ્રેરણામાં 2006થી દર વર્ષે નવી ગેમ વિશે લોકોને માહિતગાર કરાવીએ છીએ. આ વર્ષે અમે સિટીંગ વૉલીબૉલ ગેમ વિશે લોકોને માહિતગાર કર્યાં છે. જે ખેલ મહાકુંભમાં પણ પ્રથમવાર રમાઈ છે. અમારી ટીમમાં 10 લોકો છે. બીજા રાજ્યોમાં દિવ્યાંગો માટે અલાયદું સ્પોર્ટસ્ કોમ્પલેક્ષ છે. જ્યારે ગુજરાતમાં જ આ સુવિધા નથી. આ વર્ષે પેરાઓલિમ્પિકમાં દિવ્યાંગોએ ભારતને બ્રોન્ઝ મેડલથી લઈને ગોલ્ડ મેડલ અપાવ્યાં છે. ત્યારે તેમને જો વધુ પ્રોત્સાહિત કરાય તો તેઓ હજુ સારું પ્રદર્શન કરી શકે છે.