DRIની ટીમની મોટી કાર્યવાહી, વલસાડના ઉમરગામમાંથી પકડ્યું 25 કરોડનું MD ડ્રગ્સ
વલસાડના ઉમરગામમાં DRIએ મોટી કાર્યવાહી કરી છે અને GIDCમાંથી રૂપિયા 25 કરોડનું MD ડ્રગ્સ ઝડપી લીધું છે. સુરત અને વાપીની DRIની ટીમે છાપો માર્યો હતો અને ઉમરગામ GIDC અને દેહરી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ફેક્ટરીમાંથી 17.3 કિલો લિક્વિડ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું જેમાં મેફેડ્રોન ડ્રગના ગેરકાયદેસર ઉત્પાદન સાથે સંકળાયેલ મેસર્સ સૌરવ ક્રિએશન્સ નામની કંપનીમાં રેડ પાડી હતી અને ફોરેન્સિક સાયન્સ લેબની ટીમ સાથે મળી ઓપરેશન પાર પાડયુ હતું. આ દરમિયાન ફેક્ટરીમાંથી 17.3 કિલો લિક્વીડ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. DRIને આ ઓપરેશનમાં CID અને ગુજરાત નાર્કોટિક સેલની ટીમે પણ મદદ કરી હતી. પકડાયેલ લિક્વીડ મેફેડ્રોન ડ્રગની બજાર કિંમત અંદાજિત 25 કરોડ રૂપિયા છે. હાલમાં DRIની ટીમે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈ હેઠળ ગુનો નોંધીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગરમાં ચરસના જથ્થા સાથે એકની ધરપકડ ભાવનગર SOGની ટીમે પણ ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. 475 ગ્રામ ચરસના જથ્થા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શહેરના શિશુવિહાર મરજાન એપાર્ટમેન્ટ પાસેથી 475 ગ્રામ ચરસના જથ્થા સાથે SOGની ટીમે 1 વ્યક્તિને ઝડપી પાડ્યો છે. શહેરના ખેડૂતવાસ શ્રમજીવી સોસાયટીમાં રહેતા 30 વર્ષીય યુવાનને ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. 475 ગ્રામ ચરસની કિંમત 71,250 રૂપિયા સાથે એસઓજીની ટીમે કુલ 76,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ત્યારે હાલમાં ચરસના જથ્થામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પકડવાના બાકી છે.ઉલ્લેખનીય છે કે પોલીસ આટલી સર્તક હોવા છતાં રાજ્યમાં અનેક જગ્યાએ ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ કચ્છમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું હતું. ગાંધીધામમાંથી 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. ખારીરોહર નજીકથી 11 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે પણ પૂર્વ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડના ઉમરગામમાં DRIએ મોટી કાર્યવાહી કરી છે અને GIDCમાંથી રૂપિયા 25 કરોડનું MD ડ્રગ્સ ઝડપી લીધું છે. સુરત અને વાપીની DRIની ટીમે છાપો માર્યો હતો અને ઉમરગામ GIDC અને દેહરી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ફેક્ટરીમાંથી 17.3 કિલો લિક્વિડ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
જેમાં મેફેડ્રોન ડ્રગના ગેરકાયદેસર ઉત્પાદન સાથે સંકળાયેલ મેસર્સ સૌરવ ક્રિએશન્સ નામની કંપનીમાં રેડ પાડી હતી અને ફોરેન્સિક સાયન્સ લેબની ટીમ સાથે મળી ઓપરેશન પાર પાડયુ હતું. આ દરમિયાન ફેક્ટરીમાંથી 17.3 કિલો લિક્વીડ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું
હતું. DRIને આ ઓપરેશનમાં CID અને ગુજરાત નાર્કોટિક સેલની ટીમે પણ મદદ કરી હતી. પકડાયેલ લિક્વીડ મેફેડ્રોન ડ્રગની બજાર કિંમત અંદાજિત 25 કરોડ રૂપિયા છે. હાલમાં DRIની ટીમે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈ હેઠળ ગુનો નોંધીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભાવનગરમાં ચરસના જથ્થા સાથે એકની ધરપકડ
ભાવનગર SOGની ટીમે પણ ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. 475 ગ્રામ ચરસના જથ્થા સાથે 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શહેરના શિશુવિહાર મરજાન એપાર્ટમેન્ટ પાસેથી 475 ગ્રામ ચરસના જથ્થા સાથે SOGની ટીમે 1 વ્યક્તિને ઝડપી પાડ્યો છે. શહેરના ખેડૂતવાસ શ્રમજીવી સોસાયટીમાં રહેતા 30 વર્ષીય યુવાનને ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. 475 ગ્રામ ચરસની કિંમત 71,250 રૂપિયા સાથે એસઓજીની ટીમે કુલ 76,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ત્યારે હાલમાં ચરસના જથ્થામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પકડવાના બાકી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ આટલી સર્તક હોવા છતાં રાજ્યમાં અનેક જગ્યાએ ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ કચ્છમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું હતું. ગાંધીધામમાંથી 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. ખારીરોહર નજીકથી 11 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે પણ પૂર્વ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.