Vadodaraમા જાન લીલા તોરણે જાય તે પહેલા જ ઘરમાં લાગી આગ

વડોદરાના માંજલપુરમાં એક અજીબો-ગરીબ ઘટના બની હતી જે સાંભળીને તમે પણ ચૌંકી ઉઠશો,લોકો લગ્નમાં જવા માટે તૈયારી કરી રહ્યા અને જાનૈયાઓ પણ તૈયાર હતા અને તે જ સમયે ઘરમાં આગ લાગતા દોડધામ મચી,વાંચીને તમે પણ સમજી શકો છો કે તે સમયે કેવી સ્થિતિનું નિર્માણ થયું હશે,પણ હા આ આગ તો લાગી જેમાં કોઈ જાનહાની થઈ નથી,ઘરવખરીને મોટું નુકસાન થયું છે. લગ્નના દિવસે ઘરમાં લાગી આગ વડોદરાના માંજલપુરમાં લગ્નના દિવસે જ ઘરમાં આગ લાગતા દોડધામ મચી હતી અને જાનૈયાઓના જીવ તાળવે ચૌંટયા હતા,જાન ઉપડે તે પહેલા ઘરના પહેલા માળે આગ લાગી હતી,દિલ્હીથી 15 થી 20 જાનૈયાઓ આવ્યા હતા જે ગભરાઈને નીચે આવી ગયા હતા.સ્થાનિકોએ તરત જ સમય સૂચકતા વાપરીને તમામને ઘરની બહાર કાઢયા હતા,કોઈને જાનહાની ના થતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઘર વખરીને નુકસાન થયું છે પણ કોઈ વ્યકિતને ઈજા નથી પહોંચી એટલે સારી વાત કહેવાય. પ્રથમ માળે આગથી દોડધામ મચી હતી ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો,પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે શોર્ટ સર્કીટથી આગ લાગી હતી,પહેલા વાયર બળ્યો અને ત્યારબાદ આગ ઘરમાં પ્રસરી ગઈ હતી,કયારેક વધારે પડતો વીજ પ્રવાહ આવે તો તેના કારણે પણ આગ લાગી શકે છે,પરંતુ ઘરમાં આગ લાગી એટલે કહી શકાય કે વાયરીંગમાં કોઈ તકલીફ હશે અને આગ લાગી હશે.ત્યારે આગ પર કાબુ મેળવાતા જાનૈયાઓએ સ્થાનિકો અને ફાયર વિભાગનો આભાર માન્યો હતો. જાન થઈ રવાના આગ કાબુમાં આવી જતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને જાન લીલા તોરણે જવા રવાના થઈ હતી.ત્યારે ઘરના સભ્યોએ પણ કોઈ મોટો પ્રસંગ લીધો હોય તે સમયે ઘરનું વાયરીંગ અને વીજ પ્રવાહ ચેક કરવો જરૂરી છે જેના કારણે કોઈ સમસ્યા હોય તો તેનું નીરાકરણ આવી જાય,જોઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર રહેત તે તમે પણ સમજી શકો છો.  

Vadodaraમા જાન લીલા તોરણે જાય તે પહેલા જ ઘરમાં લાગી આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના માંજલપુરમાં એક અજીબો-ગરીબ ઘટના બની હતી જે સાંભળીને તમે પણ ચૌંકી ઉઠશો,લોકો લગ્નમાં જવા માટે તૈયારી કરી રહ્યા અને જાનૈયાઓ પણ તૈયાર હતા અને તે જ સમયે ઘરમાં આગ લાગતા દોડધામ મચી,વાંચીને તમે પણ સમજી શકો છો કે તે સમયે કેવી સ્થિતિનું નિર્માણ થયું હશે,પણ હા આ આગ તો લાગી જેમાં કોઈ જાનહાની થઈ નથી,ઘરવખરીને મોટું નુકસાન થયું છે.

લગ્નના દિવસે ઘરમાં લાગી આગ

વડોદરાના માંજલપુરમાં લગ્નના દિવસે જ ઘરમાં આગ લાગતા દોડધામ મચી હતી અને જાનૈયાઓના જીવ તાળવે ચૌંટયા હતા,જાન ઉપડે તે પહેલા ઘરના પહેલા માળે આગ લાગી હતી,દિલ્હીથી 15 થી 20 જાનૈયાઓ આવ્યા હતા જે ગભરાઈને નીચે આવી ગયા હતા.સ્થાનિકોએ તરત જ સમય સૂચકતા વાપરીને તમામને ઘરની બહાર કાઢયા હતા,કોઈને જાનહાની ના થતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઘર વખરીને નુકસાન થયું છે પણ કોઈ વ્યકિતને ઈજા નથી પહોંચી એટલે સારી વાત કહેવાય.


પ્રથમ માળે આગથી દોડધામ મચી હતી

ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો,પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે શોર્ટ સર્કીટથી આગ લાગી હતી,પહેલા વાયર બળ્યો અને ત્યારબાદ આગ ઘરમાં પ્રસરી ગઈ હતી,કયારેક વધારે પડતો વીજ પ્રવાહ આવે તો તેના કારણે પણ આગ લાગી શકે છે,પરંતુ ઘરમાં આગ લાગી એટલે કહી શકાય કે વાયરીંગમાં કોઈ તકલીફ હશે અને આગ લાગી હશે.ત્યારે આગ પર કાબુ મેળવાતા જાનૈયાઓએ સ્થાનિકો અને ફાયર વિભાગનો આભાર માન્યો હતો.

જાન થઈ રવાના

આગ કાબુમાં આવી જતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને જાન લીલા તોરણે જવા રવાના થઈ હતી.ત્યારે ઘરના સભ્યોએ પણ કોઈ મોટો પ્રસંગ લીધો હોય તે સમયે ઘરનું વાયરીંગ અને વીજ પ્રવાહ ચેક કરવો જરૂરી છે જેના કારણે કોઈ સમસ્યા હોય તો તેનું નીરાકરણ આવી જાય,જોઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર રહેત તે તમે પણ સમજી શકો છો.