Vadodaraમાં વરસાદે વિરામ લીધો છતાં નથી ઓસર્યા પાણી, રોગચાળો ફેલાવવાનો ભય
વડોદરામાં વરસાદે તબાહી મચાવ્યા બાદ હવે વિરામ લીધો પણ હજુ સુધી શહેરમાં વરસાદી પાણી ઓસર્યા નથી અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી રોડ પર ભરાયેલા છે. શહેરના વોર્ડ નંબર 16માં પણ માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા છે.ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકોને ભારે નુકસાન આ સિવાય પણ શહેરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને પાણીનો નિકાલ નહીં થતા નાગરિકો પરેશાન થઈ ચૂક્યા છે. કોર્પોરેશન દ્વારા હાઈવે પર કાંસને બે ભાગમાં વહેંચતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા હાઈવે પર કાંસને બે ભાગમાં વહેંચતા નાગરિકો હેરાન બીજી તરફ વૃંદાવન ચાર રસ્તાથી બાપોદ તરફ જતી કાંસ ખાલીખમ જોવા મળી રહી છે તો વૃંદાવન ચાર રસ્તાથી કપૂરઈ તરફ જતી કાંસમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. જો કે કાંસમાંથી પાણીનો નિકાલ નહીં થતા સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે અને સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ભય જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વરસેલા વરસાદ બાદ પણ શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા હતા. શહેરીજનો શરદી, તાવ, ઉધરસ, ગળાની તકલીફ, પેટની સમસ્યાઓથી પરેશાન થઈ ચૂક્યા હતા. તમને જણાવી દઈએ કે શહેરમાં પાણી ભરાવવાની સાથે સાથે અનેક વિસ્તારમાં ભૂવા પડવાની પણ સમસ્યાઓ સામે આવી છે. શહેરમાં 25થી વધુ ભૂવા અત્યાર સુધી પડી ચૂક્યા છે. વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો વડોદરા શહેરમાં રોગચાળો ફરી એક વખત વર્ક્યો છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં જ ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં વડોદરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 68 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે શંકાસ્પદ ચિકનગુનિયાના 36 કેસ નોંધાયા છે અને તેમાંથી 1 કેસ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં મેલેરિયાના પણ શંકાસ્પદ 880 કેસ નોંધાયા છે અને શહેરમાં ટાઈફોઈડના 2 કેસ સામે આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં વરસાદે તબાહી મચાવ્યા બાદ હવે વિરામ લીધો પણ હજુ સુધી શહેરમાં વરસાદી પાણી ઓસર્યા નથી અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી રોડ પર ભરાયેલા છે. શહેરના વોર્ડ નંબર 16માં પણ માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા છે.
ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકોને ભારે નુકસાન
આ સિવાય પણ શહેરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને પાણીનો નિકાલ નહીં થતા નાગરિકો પરેશાન થઈ ચૂક્યા છે. કોર્પોરેશન દ્વારા હાઈવે પર કાંસને બે ભાગમાં વહેંચતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
કોર્પોરેશન દ્વારા હાઈવે પર કાંસને બે ભાગમાં વહેંચતા નાગરિકો હેરાન
બીજી તરફ વૃંદાવન ચાર રસ્તાથી બાપોદ તરફ જતી કાંસ ખાલીખમ જોવા મળી રહી છે તો વૃંદાવન ચાર રસ્તાથી કપૂરઈ તરફ જતી કાંસમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. જો કે કાંસમાંથી પાણીનો નિકાલ નહીં થતા સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે અને સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનો ભય જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વરસેલા વરસાદ બાદ પણ શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા હતા.
શહેરીજનો શરદી, તાવ, ઉધરસ, ગળાની તકલીફ, પેટની સમસ્યાઓથી પરેશાન થઈ ચૂક્યા હતા. તમને જણાવી દઈએ કે શહેરમાં પાણી ભરાવવાની સાથે સાથે અનેક વિસ્તારમાં ભૂવા પડવાની પણ સમસ્યાઓ સામે આવી છે. શહેરમાં 25થી વધુ ભૂવા અત્યાર સુધી પડી ચૂક્યા છે.
વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો
વડોદરા શહેરમાં રોગચાળો ફરી એક વખત વર્ક્યો છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં જ ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં વડોદરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 68 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે શંકાસ્પદ ચિકનગુનિયાના 36 કેસ નોંધાયા છે અને તેમાંથી 1 કેસ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં મેલેરિયાના પણ શંકાસ્પદ 880 કેસ નોંધાયા છે અને શહેરમાં ટાઈફોઈડના 2 કેસ સામે આવ્યા છે.