ઝાલાવાડમાં તહેવારો ટાણે દારૂની રેલમછેલ કરવા માગતા તત્ત્વો પર તવાઈ: 3 પકડાયા,4વોન્ટેડ

સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર બાયપાસ, ચોટીલા, સાયલા અને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં 3 શખ્સો દારૂ, રિક્ષા, કાર સહિત રૂ. 6,14,225ની મત્તા સાથે પકડાયા છે. જયારે ગુનો નોંધી 4 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.જોરાવરનગરની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી. આથી પોલીસે ખેરાળી ચોકડી પાસે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી 400 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક ઘાંચીવાડમાં રહેતા મહેબુબ સીકંદરભાઈ ખલીફાની પુછપરછ કરતા આ દારૂ ચોટીલાના ડાકવડલાથી વનરાજ ઉકાભાઈએ ભરી આપ્યો હોવાનું તથા મીયાણાવાડમાં રહેતી મુન્નીબેન માણેકના ઘરે ઉતારવાનો હોવાનું ખુલ્યુ હતુ. આથી પોલીસે રૂ. 80 હજારનો દારૂ, રૂ. 2 લાખની રિક્ષા, રૂ. 5 હજારના મોબાઈલ સહિત કુલ રૂ. 2.85 લાખના મુદ્દામાલ સાથે મહેબુબની ધરપકડ કરી ત્રણેય સામે ફરિયાદ નોંધી છે. જયારે ચોટીલા પોલીસની ટીમને હાઈવે પર ઈકો કારની તપાસ કારના ખાનામાંથી વિદેશી દારૂના ર ચપલા મળી આવ્યા હતા. આથી પોલીસે રૂ. 3 લાખની કાર અને દેશી દારૂ સહિત કુલ રૂ. 3,00,200 સાથે રાજકોટના નવાગામમાં રહેતા મગન ગોરધનભાઈ ગોવાણીને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ સાયલા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોરવીરામાં રહેતો સીધ્ધરાજ ધાંધલ તેના રહેણાક મકાનના ફળીયામાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની 66 બોટલ કિંમત રૂ.28,725નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી એમ.એમ.પરમાર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત જયારે ચોટીલાના નવાગામમાં રહેતો વિજય હકાભાઈ ગોળીયા તેના રહેણાક મકાને બીયરના ટીનનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે ઘરમાંથી બીયરના 2 ટીન કિંમત રૂ. 200નો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી છે અને સુરેન્દ્રનગરના ઘાંચીવાડના નાકા પાસેથી રતનપર ખાણ વિસ્તારમાં રહેતો સંજય અભલભાઈ મુંજપરા વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂ. 100 સાથે એ ડીવીઝન પોલીસના હાથે ઝડપાયો હતો.

ઝાલાવાડમાં તહેવારો ટાણે દારૂની રેલમછેલ કરવા માગતા તત્ત્વો પર તવાઈ: 3 પકડાયા,4વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર બાયપાસ, ચોટીલા, સાયલા અને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં 3 શખ્સો દારૂ, રિક્ષા, કાર સહિત રૂ. 6,14,225ની મત્તા સાથે પકડાયા છે. જયારે ગુનો નોંધી 4 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

જોરાવરનગરની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી. આથી પોલીસે ખેરાળી ચોકડી પાસે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી 400 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક ઘાંચીવાડમાં રહેતા મહેબુબ સીકંદરભાઈ ખલીફાની પુછપરછ કરતા આ દારૂ ચોટીલાના ડાકવડલાથી વનરાજ ઉકાભાઈએ ભરી આપ્યો હોવાનું તથા મીયાણાવાડમાં રહેતી મુન્નીબેન માણેકના ઘરે ઉતારવાનો હોવાનું ખુલ્યુ હતુ. આથી પોલીસે રૂ. 80 હજારનો દારૂ, રૂ. 2 લાખની રિક્ષા, રૂ. 5 હજારના મોબાઈલ સહિત કુલ રૂ. 2.85 લાખના મુદ્દામાલ સાથે મહેબુબની ધરપકડ કરી ત્રણેય સામે ફરિયાદ નોંધી છે. જયારે ચોટીલા પોલીસની ટીમને હાઈવે પર ઈકો કારની તપાસ કારના ખાનામાંથી વિદેશી દારૂના ર ચપલા મળી આવ્યા હતા. આથી પોલીસે રૂ. 3 લાખની કાર અને દેશી દારૂ સહિત કુલ રૂ. 3,00,200 સાથે રાજકોટના નવાગામમાં રહેતા મગન ગોરધનભાઈ ગોવાણીને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે.

બીજી તરફ સાયલા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોરવીરામાં રહેતો સીધ્ધરાજ ધાંધલ તેના રહેણાક મકાનના ફળીયામાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂની 66 બોટલ કિંમત રૂ.28,725નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી એમ.એમ.પરમાર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત જયારે ચોટીલાના નવાગામમાં રહેતો વિજય હકાભાઈ ગોળીયા તેના રહેણાક મકાને બીયરના ટીનનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે ઘરમાંથી બીયરના 2 ટીન કિંમત રૂ. 200નો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી છે અને સુરેન્દ્રનગરના ઘાંચીવાડના નાકા પાસેથી રતનપર ખાણ વિસ્તારમાં રહેતો સંજય અભલભાઈ મુંજપરા વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂ. 100 સાથે એ ડીવીઝન પોલીસના હાથે ઝડપાયો હતો.