Vadodaraમાં રંગ વાટિકા પાસે પાણી ભરાતા સ્થાનિકોએ કોર્પોરેટરનો ઉધડો લઈ ઘેરાવો કર્યો

વડોદરામાં પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે.સ્થાનિકોએ કાઉન્સિલરોનો ઘેરાવો કરી ઉધડો લીધો છે.રંગ વાટિકા પાસે વરસાદના સમયે વારંવાર પાણી ભરાતા સ્થાનિકો અકળાયા હતા અને કોર્પોરેટર આવતા તેમણે ઘેરાવો કરીને ઉધડો લીધો ગતો,વોર્ડ નંબર 15માં પાણી ભરાવાની સમસ્યા ભારે છે જેને લઈ રોશ વ્યાપ્યો છે. વરસાદી પાણી ભરાતા રોશ વડોદરાના વોર્ડ નંબર 15માં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ આવતા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,કોર્પોરેશન પણ આ વાત જાણે છે તેમ છત્તા તેનો કોઈ ઉકેલ આવતો નથી.કોર્પોરેટરો પણ ગોળ-ગોળ જવાબ આપી રહ્યાં છે અને કંઈ કામગીરી કરતા નથી તેવો આક્ષેપ કર્યો છે.વોર્ડ નંબર 15માં પાઈપલાઈન નાખવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યા ઓછી સર્જાય તેવું સ્થાનિકોનું કહેવું છે. કાઉન્સિલરો વચ્ચે માથાકૂટ છે ? પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોશ છે,કાઉન્સિલરોના ગજગ્રાહને લઈ રહીશોને તકલીફ પડી રહી હોવાની વાત સામે આવી છે. પાણી ભરાવાની સમસ્યાને લઈ અધિકારીઓ અને કાઉન્સિલરો દોડતા થયા છે અને રોડ પર સ્થાનિકોના ટોળા ઉમટી પડયા છે.ચોથી વખત વોર્ડ નંબર 5ના વિસ્તારમાં પાણીનો નિકાલ નહી થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.વોર્ડ નંબર 5ની સામે જ વોર્ડ નંબર 15 આવેલો છે ત્યાના કોર્પોરેટર પાણીના નિકાલ માટે લાઈન નથી ખોદવા દેતા તેવો આક્ષેપ વોર્ડ નંબર 5ના કોર્પોરેટરે કર્યો છે. બે દિવસથી ભારે વરસાદ છે વડોદરામાં વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,નદીનું ભયજનક લેવલ 26 ફૂટની નજીક પહોંચ્યું છે.બીજી તરફ ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત છે તેમજ વડોદરાના ઈન્દીરાનગર આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે વરસાદ બંધ થશે ત્યારબાદ પાણીનું લેવલ ઓછુ થશે તેવુ મનપા માની રહી છે,ગઈકાલ સાંજથી મોડી રાત સુધી શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે.

Vadodaraમાં રંગ વાટિકા પાસે પાણી ભરાતા સ્થાનિકોએ કોર્પોરેટરનો ઉધડો લઈ ઘેરાવો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે.સ્થાનિકોએ કાઉન્સિલરોનો ઘેરાવો કરી ઉધડો લીધો છે.રંગ વાટિકા પાસે વરસાદના સમયે વારંવાર પાણી ભરાતા સ્થાનિકો અકળાયા હતા અને કોર્પોરેટર આવતા તેમણે ઘેરાવો કરીને ઉધડો લીધો ગતો,વોર્ડ નંબર 15માં પાણી ભરાવાની સમસ્યા ભારે છે જેને લઈ રોશ વ્યાપ્યો છે.

વરસાદી પાણી ભરાતા રોશ

વડોદરાના વોર્ડ નંબર 15માં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ આવતા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,કોર્પોરેશન પણ આ વાત જાણે છે તેમ છત્તા તેનો કોઈ ઉકેલ આવતો નથી.કોર્પોરેટરો પણ ગોળ-ગોળ જવાબ આપી રહ્યાં છે અને કંઈ કામગીરી કરતા નથી તેવો આક્ષેપ કર્યો છે.વોર્ડ નંબર 15માં પાઈપલાઈન નાખવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યા ઓછી સર્જાય તેવું સ્થાનિકોનું કહેવું છે.


કાઉન્સિલરો વચ્ચે માથાકૂટ છે ?

પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોશ છે,કાઉન્સિલરોના ગજગ્રાહને લઈ રહીશોને તકલીફ પડી રહી હોવાની વાત સામે આવી છે.

પાણી ભરાવાની સમસ્યાને લઈ અધિકારીઓ અને કાઉન્સિલરો દોડતા થયા છે અને રોડ પર સ્થાનિકોના ટોળા ઉમટી પડયા છે.ચોથી વખત વોર્ડ નંબર 5ના વિસ્તારમાં પાણીનો નિકાલ નહી થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.વોર્ડ નંબર 5ની સામે જ વોર્ડ નંબર 15 આવેલો છે ત્યાના કોર્પોરેટર પાણીના નિકાલ માટે લાઈન નથી ખોદવા દેતા તેવો આક્ષેપ વોર્ડ નંબર 5ના કોર્પોરેટરે કર્યો છે.

બે દિવસથી ભારે વરસાદ છે વડોદરામાં

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,નદીનું ભયજનક લેવલ 26 ફૂટની નજીક પહોંચ્યું છે.બીજી તરફ ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત છે તેમજ વડોદરાના ઈન્દીરાનગર આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે વરસાદ બંધ થશે ત્યારબાદ પાણીનું લેવલ ઓછુ થશે તેવુ મનપા માની રહી છે,ગઈકાલ સાંજથી મોડી રાત સુધી શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે.