Vadodaraમાં ભાજપના પૂર્વ કોર્પરેટરના પુત્રની વિધર્મીએ હત્યા કરતા મચ્યો હંગામો, વાંચો Story

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા થતા હંગામો મચ્યો છે.રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરતા મામલો બિચકયો છે,તો પૂર્વ કોર્પોરેટરે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે,પોલીસની સામે હુમલો થયો છે અને પોલીસ ઉભી હતી,તો મૃતકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હોવાની વાત સામે આવી છે.પોલીસે કુખ્યાત આરોપી બાબરેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. મૃતકના પિતા રમેશ પરમારે કર્યા આક્ષેપ આ સમગ્ર ઘટનામાં કુખ્યાત આરોપી બાબરે હત્યાને અંજામ આપ્યો છે.પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કરતા કહ્યું છે કે,પોલીસ તપાસમાં સહકાર આપતી નથી,હું પૂર્વ કોર્પોરેટર છુ અને પોલીસની સેવામાં સાથ આપ્યો છે.આ સમગ્ર ઘટનાને લઈ સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે.પરિવારજનોએ પોલીસ મથક માથે લીધુ છે,ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઈ ગયા છે.સમગ્ર ઘટના મામલે પરિજનો તેમજ સ્થાનિકોએ હોબાળો કર્યો છે.શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ પહોંચ્યા છે પોલીસ મથકે.નેતાઓ પણ પહોંચ્યા ઘટના સ્થળે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીએ કેમ હત્યા કરી તેની વિગતો સામે આવી નથી,રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.શહેર મહામંત્રી, કોર્પોરેટરો, કાર્યકરો,મેયર પિન્કીબેન સોની પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.પરિવાર ન્યાયની માંગ સાથે બેઠો છે,તો હાલમાં મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,તો બીજી તરફ આરોપીની પૂછપરછ પણ પોલીસે કરી છે. હિન્દુ સંગઠનના લોકોએ કર્યા સૂત્રોચ્ચાર ઘટનાની જાણ થતાની સાથે જ હિન્દુ સંગઠનના લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે અને જયશ્રી રામના નારા લગાવી વિરોધ કરી રહ્યાં છે,વિધર્મી દ્રારા હત્યા કરવામાં આવતા રોષ વધી રહ્યો છે.આ ઘટનાને લઇને પોલીસ અને હોસ્પિટલની સિક્યોરીટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તપન પરિવારનો એકમાત્ર સંતાન હતો. અને બે મહિના બાદ તેના લગ્ન લેવાના હોવાનું તેના પરિજનનું કહેવું છે. જાણો પોલીસે શું કીધુ સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે, કારેલીબાગમાં મહેતાપોળ વિસ્તારમાં ઝઘડો થયો હતો. જે અનુસંધાને ત્રણ વ્યક્તિ વિક્રમ, બાબર તથા અન્યને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલના ફરી ઝઘડો થયો હતો. જેમાં બાબરએ તપનને છરીના ઘા ઝીંકી દીધા છે. બાબર સામે અગાઉ ગુના નોંધાયા છે.  

Vadodaraમાં ભાજપના પૂર્વ કોર્પરેટરના પુત્રની વિધર્મીએ હત્યા કરતા મચ્યો હંગામો, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા થતા હંગામો મચ્યો છે.રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરતા મામલો બિચકયો છે,તો પૂર્વ કોર્પોરેટરે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે,પોલીસની સામે હુમલો થયો છે અને પોલીસ ઉભી હતી,તો મૃતકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હોવાની વાત સામે આવી છે.પોલીસે કુખ્યાત આરોપી બાબરેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

મૃતકના પિતા રમેશ પરમારે કર્યા આક્ષેપ

આ સમગ્ર ઘટનામાં કુખ્યાત આરોપી બાબરે હત્યાને અંજામ આપ્યો છે.પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કરતા કહ્યું છે કે,પોલીસ તપાસમાં સહકાર આપતી નથી,હું પૂર્વ કોર્પોરેટર છુ અને પોલીસની સેવામાં સાથ આપ્યો છે.આ સમગ્ર ઘટનાને લઈ સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે.પરિવારજનોએ પોલીસ મથક માથે લીધુ છે,ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઈ ગયા છે.સમગ્ર ઘટના મામલે પરિજનો તેમજ સ્થાનિકોએ હોબાળો કર્યો છે.શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ પહોંચ્યા છે પોલીસ મથકે.

નેતાઓ પણ પહોંચ્યા ઘટના સ્થળે

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીએ કેમ હત્યા કરી તેની વિગતો સામે આવી નથી,રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.શહેર મહામંત્રી, કોર્પોરેટરો, કાર્યકરો,મેયર પિન્કીબેન સોની પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.પરિવાર ન્યાયની માંગ સાથે બેઠો છે,તો હાલમાં મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,તો બીજી તરફ આરોપીની પૂછપરછ પણ પોલીસે કરી છે.

હિન્દુ સંગઠનના લોકોએ કર્યા સૂત્રોચ્ચાર

ઘટનાની જાણ થતાની સાથે જ હિન્દુ સંગઠનના લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે અને જયશ્રી રામના નારા લગાવી વિરોધ કરી રહ્યાં છે,વિધર્મી દ્રારા હત્યા કરવામાં આવતા રોષ વધી રહ્યો છે.આ ઘટનાને લઇને પોલીસ અને હોસ્પિટલની સિક્યોરીટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તપન પરિવારનો એકમાત્ર સંતાન હતો. અને બે મહિના બાદ તેના લગ્ન લેવાના હોવાનું તેના પરિજનનું કહેવું છે.

જાણો પોલીસે શું કીધુ

સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે, કારેલીબાગમાં મહેતાપોળ વિસ્તારમાં ઝઘડો થયો હતો. જે અનુસંધાને ત્રણ વ્યક્તિ વિક્રમ, બાબર તથા અન્યને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલના ફરી ઝઘડો થયો હતો. જેમાં બાબરએ તપનને છરીના ઘા ઝીંકી દીધા છે. બાબર સામે અગાઉ ગુના નોંધાયા છે.