Amreliમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની કરાઈ શરૂઆત, ખેડૂતો ઉમટયા જણસ લઈને
સમગ્ર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના પગલે અમરેલી જિલ્લામાં પણ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે,અમરેલી જિલ્લાના અમરેલી નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કેન્દ્રીય પૂર્વ કૃષિ મંત્રી રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને તેમજ ઇફકો ચેરમેન અને ગુજકોમસોલના ચેરમેન દિલીપ સંઘાણી નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.મંત્રીઓ રહ્યાં હાજર જ્યારે પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય કૃષિ મંત્રી હતા ત્યારે પ્રથમ ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને અમરેલી સેન્ટરમાંથી મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે રૂપાલાએ તમામ સેન્ટરોમાં સુચારું વ્યવસ્થાથી ખરીદી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી અમરેલી જિલ્લાના 10 સેન્ટરોમાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થનાર છે ત્યારે પ્રથમ અમરેલી અમરેલી સેન્ટરની અંદર આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો પ્રારંભ થયો છે. રોજ ખેડૂતોને બોલાવામાં આવશે રોજના 20 થી 50 ખેડૂતોને બોલાવવામાં આવશે તેમજ હાલ માત્ર અમરેલી સેન્ટરમાંથી જ ખરીદી શરૂ થઈ છે ધીમે ધીમે એટલે કે આગામી 15 તારીખ સુધીની અંદર અમરેલી જિલ્લાના તમામ સેન્ટરોથી મગફળીનો ફરીથી પ્રારંભ શરૂ કરાશે.અમરેલી જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી શરૂ થાય તે પહેલા પૈસાની જરૂરિયાતવાળા અને મજબૂર ખેડૂતોએ ઓછા ભાવે મગફળી વેચી અને મોટી નુકસાની ભોગવી છે ₹900થી 1200 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને અત્યાર સુધી મળ્યા છે. નુકસાન ખેડૂતોને થયું હતુ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે આજથી ટેકાના ભાવે મગફળી શરૂ થઈ છે તો ખેડૂતો ખુશ છે અને તેમને ટેકાના ભાવથી સંતોષ છે અને સરકારનો આભાર માની રહ્યા છે.આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે મગફળી ખરીદી કરી અને વેચવી નહીં અને તેનું તેલ કાઢી અને વેચવું આ ઉપરાંત અમરેલી જિલ્લાની તમામ મંડળીઓને પણ ટકોર કરી કે તમે પણ મગફળી ખરીદી કરી અને તેલ કાઢો આ એક અમરેલી જિલ્લા માટે નવો પ્રયોગ કરવા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.ટેકાના ભાવે મગફળીનો પ્રારંભ થતાં ખેડૂતોએ આશકારો અનુભવ છે અને મોટી નુકસાની માંથી રાહત થઈ છે ત્યારે વેચી રહેલા ખેડૂતો ભાવથી સંતોષ માને છે અને સરકારનો આભાર માને છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -