Vadodaraમાં પોલોગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ, ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં વિજયાદશમી તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી. વિજયાદશમી પર અનેક સ્થાનો પર રાવણ દહનનો કાર્યક્રમ થાય છે. વડોદરામાં પણ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ ‘નિકા' દ્વારા સતત 45માં વર્ષે પોલોગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમનું આયોજન. મહત્વનું છે કે રાવણ ના પૂતળા બનાવવા લખનઉં થી કારીગરો બોલાવવામાં આવ્યા હતા જે એક મહિના અગાઉ થી કામે લાગ્યા હતા. અને એક મહિના અગાઉ થી રામલીલામા પાત્રો ભજવનાર કલાકારો પણ ઘણા સમયથી પ્રેક્ટીસ કરી રહ્યા છે.
વડોદરા ખાતે રાવણ દહનનો કાર્યક્રમ
દેશભરમાં દશેરામાં પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 50 ફૂટ ઊંચા રાવણ, મેઘનાદ, કુમ્ભકર્ણ ના પૂતળા નું દહન કરાશે.સતત 45માં વર્ષે પોલોગ્રાઉન્ડ ખાતે રામલીલા બાદ રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રાત્રે 9:30 વાગ્યે રામલીલા મંચન બાદ 50 ફૂટ ઊંચા રાવણ તથા 49 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે.
રાવણ દહનના કાર્યક્રમનું લોકોને આકર્ષણ
રાવણ દહનના આ ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડશે. ત્યારે આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.આજે રાવણ કુંભકર્ણ મેઘનાથના પૂતળાને વડોદરાના મકરપુરા જીઆઇડીસી થી પોલો ગ્રાઉન્ડ ખાતે લાવી દેવામાં આવ્યા છે. આ પૂતળાઓમાં ફટાકડા ભરી તેમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે . જ્યારે પૂતળાઓની સુરક્ષા માટે ટુ લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવી છે. ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમ જ વડોદરા વાસીઓ નિહાળવા માટે આવતા હોય છે ત્યારે ફાયર સેફ્ટી ને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
What's Your Reaction?






