Vadodaraમાં નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માગી ખંડણી

વડોદરામાં વધુ એક વખત નકલી પોલીસ ઝડપાઈ છે,કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસની ધરપકડ કરી છે,નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી રૂપિયાની માગ કરી પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસની ઓળખ આપી યુવકનું કર્યું હતું અપહરણ ઠગબાજોએ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી અને યુવકનું અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,આશિક મુલ્લાનું અપહરણ કરી અમદાવાદ લાવ્યા અને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,આરોપીઓએ પહેલા રૂપિયા 1.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને અમદાવાદ સુધી ફરિયાદીને લાવ્યા હતા.જય મેતીયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ મેમણની ધરપકડ કરવામાં આવી છે.કપુરાઈ પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી પાડયા છે.ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી આરોપીઓએ ખોટા કેસમાં તને ફસાવી દઈશું તેમ કહીને ધમકી આપી હતી અને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા,ઝડપાયેલ તમામ આરોપીઓની ઉંમર નાની છે અને તેઓ નકલી પોલીસ બન્યા હતા સાથે સાથે પોલીસે એ દિશામાં પણ તપાસ હાથધરી છે કે અગાઉ કોઈ પાસેથી આવી રીતે રૂપિયાની માંગણી તો નથી કરીને.પોલીસે આરોપીના રિમાન્ડ પણ માંગ્યા છે,અને તમામના મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ હાથધરી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આ કેસમાં પોલીસને આગળ તપાસમાં શું મળે છે. ભરૂચમાંથી ઝડપાઈ નકલી પોલીસ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિર પાસે નદી કાંઠેથી ફરી રહેલા એક કપલને પોલીસની ખોટી ઓળખ આપી તેમને ડરાવી ધમકાવી રૂપિયા અને મોટર સાયકલ પડાવી લીધી હતી. આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ડની ટીમે મુલદ ટોલનાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુલદ ટોલ નાકા પાસે CCTV કેમેરાનું એનાલિસિસ કરી રહેલા હતા.  

Vadodaraમાં નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માગી ખંડણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં વધુ એક વખત નકલી પોલીસ ઝડપાઈ છે,કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસની ધરપકડ કરી છે,નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી રૂપિયાની માગ કરી પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે.

પોલીસની ઓળખ આપી યુવકનું કર્યું હતું અપહરણ

ઠગબાજોએ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી અને યુવકનું અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,આશિક મુલ્લાનું અપહરણ કરી અમદાવાદ લાવ્યા અને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,આરોપીઓએ પહેલા રૂપિયા 1.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને અમદાવાદ સુધી ફરિયાદીને લાવ્યા હતા.જય મેતીયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ મેમણની ધરપકડ કરવામાં આવી છે.કપુરાઈ પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી પાડયા છે.

ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી

આરોપીઓએ ખોટા કેસમાં તને ફસાવી દઈશું તેમ કહીને ધમકી આપી હતી અને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા,ઝડપાયેલ તમામ આરોપીઓની ઉંમર નાની છે અને તેઓ નકલી પોલીસ બન્યા હતા સાથે સાથે પોલીસે એ દિશામાં પણ તપાસ હાથધરી છે કે અગાઉ કોઈ પાસેથી આવી રીતે રૂપિયાની માંગણી તો નથી કરીને.પોલીસે આરોપીના રિમાન્ડ પણ માંગ્યા છે,અને તમામના મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ હાથધરી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આ કેસમાં પોલીસને આગળ તપાસમાં શું મળે છે.

ભરૂચમાંથી ઝડપાઈ નકલી પોલીસ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિર પાસે નદી કાંઠેથી ફરી રહેલા એક કપલને પોલીસની ખોટી ઓળખ આપી તેમને ડરાવી ધમકાવી રૂપિયા અને મોટર સાયકલ પડાવી લીધી હતી. આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ડની ટીમે મુલદ ટોલનાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુલદ ટોલ નાકા પાસે CCTV કેમેરાનું એનાલિસિસ કરી રહેલા હતા.